વિચિત્ર કિસ્સો : હોમ ક્વોરેન્ટાઈનમાં રહેતી કોરોના સંક્રમિત પત્ની ને પતિ રોજ સેક્સ કરવા દબાણ કરે છે, જાણો પછી શું થયું ?

www.mrreporter.in
Spread the love

વુમન- વડોદરા,  મી.રિપોર્ટર, ૧૦મી એપ્રિલ.

ગુજરાતમાં કોરોનાની સંખ્યામાં વિસ્ફોટ થયો છે, કોરોના ૪૫૦૦ નવા કેસો નોધાયા છે. આમાં વડોદરા પણ બાકાત નથી. વડોદરામાં કોરોનાના ૯મી એપ્રિલના રોજ ૪૦૩ કોરોના ના કેસ આવ્યા હતા. હજુ પણ સતત કેસ વધી રહ્યા છે. કોરોના નાં સામાન્ય કે અતિ ગંભીર ના હોય તેવા દર્દીઓ ને મેડીસીન આપીને હોમ ક્વોરેન્ટાઈનમાં રહી ને સારવાર લેવાની તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 4માં જોડાવા માટેની લીંક :

તંત્ર ની સલાહમાં માની ને હોમ ક્વોરેન્ટાઈન બનેલી અને વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી એક પરણિતા કોરોનાની તકલીફો થી નહિ પણ પતિની અજુગતી ડિમાંડ થી પરેશાન બની ગઈ છે. પતિની અજુગતી ડિમાંડ થી પરેશાન બનેલી પરણિતાએ  અભયમની ટીમને ફોન કરીને પોતાના પતિની જે ફરિયાદ કરી તે સાંભળીને અભયમની ટીમ પણ ચોંકી ગઈ હતી. પરણિતાના ફોન બાદ તરત જ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી હતી

181 અભયમની ટીમ સમક્ષ ગોરવા વિસ્તારમાં રહેતી એક પરણિતાએ ઘસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, મારી ઉંમર 27 વર્ષ છે. હાલ હું કોરોનાગ્રસ્ત છું. તેથી હું ઘરના એક રૂમમાં અલગથી રહુ છું. પરંતુ મારા પતિ મને ક્વોરેન્ટાઈનમાં સતત સેક્સ માટે દબાણ કરે છે, તે કોઈ પણ રીતે સતત શારીરિક સંબંધો બાંધવા કહે છે. મેં તેમને કોરોનાગ્રસ્ત હોવાનું કહ્યું તેઓ ઉશ્કેરાયા હતા,  મને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું.

તો બીજીબાજુ પરણિતાની આપવીતી સાંભળ્યા બાદ અભયમની ટીમે પતિનુ કાઉન્સેલિંગ કર્યું હતું.  જ્યાં પતિ એ પોતાની ભૂલ કબૂલી હતી. અભયમની ટીમે પતિ ને સમજાવ્યું હતું કે, પત્ની જાતે જ ક્વોરન્ટાઇન થયેલા છે ત્યારે તેમની કાળજી લઈને ઝડપ થી સાજા થવામાં મદદરૂપ થવું જોઈએ.