#ઘરે રહો, સુરક્ષિત રહો : સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોક ડાઉન, તમે ઘરે કેવો સમય વિતાવો છે ? વિડીયો મોકલો..

હેલ્થ- મિ.રિપોર્ટર, ૨૪મી માર્ચ. 

સમગ્ર દેશમાં  કોરોના વાઈરસ નો કહેર જારી છે.  કોરોના વાઈરસ નો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે. ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સામે આવીને પુન : દેશવાસીઓને અપીલ કરીને કોરોના નો ખતરો ટળ્યો નથી. પણ હવે જ વધુ સાવધાની રાખવાની જરૂર છે. તેમણે  21 દિવસ માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરી દીધું છે. તેમણે લોક ડાઉન જાહેર કરીને દેશવાસીઓને ઘરમાં રહેવાની અપીલ કરી છે. આ અપીલ બાદ પણ દેશના ઘણા રાજ્યોમાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે.

આવા લોકો હાલમાં પેનિક ખરીદી કરી રહ્યા છે. જો લોકો  ઘરની બહાર નીકળ્યા કરશે  તો તેમની અને તેમના પરિવારજનોના  આરોગ્યને ખતરામાં મૂકશે.  કોરોના વાઈરસ થી ઘરે રહી ને બચી શકાશે. જો તમે કોરોના વાઈરસ ના કહેર થી બચવા માટે પોતાના ઘરમાં કઈ પ્રવૃત્તિ કરો છો, પરિવાર સાથે કઈ રીતે ટાઈમ સ્પેન્ટ કરો છે.

આનો 1 થી 3 મિનિટ નો વિડિયો અમને મોકલી અમારા વોટ્સ અપ નંબર: 9978099786 મોકલી આપો. અમે Mr.Reporter News ની પોર્ટલ પર આપનો વિડિયો અપલોડ કરીશું. રાજ્યભરના લોકો ને ઘરમાં રહેવા માટે અપીલ કરીશું…તમે અમને આ ટેગ #ઘરે રહો, સુરક્ષિત રહો આપનો વિડિયો મોકલવાનો રહેશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

 

Leave a Reply