31st ની પાર્ટી કરનારા ચેતીને રહેજો, નહિ તો જેલમાં વિતાવું પડશે નવુ વર્ષ ? જાણો ?

ગુજરાત, મિ.રિપોર્ટર, ૩૧મી ડીસેમ્બર. 

વર્ષ ૨૦૧૮નો આજે અંતિમ દિવસ છે અને વર્ષ ૨૦૧૯ના આગમનનો દિવસ. આજના 31 ડિસેમ્બરને ઉજવવા માટે રાજ્યભરના યુવાનો થનગની રહ્યા છે. નવા વર્ષને વધાવવા આજે રાત્રે અનેક મહેફિલો મંડાશે. પાર્ટીઓની જમાવટ થશે. જો તમે પણ પાર્ટીની મજા માણવા માંગતા હોવ તો આલ્કોહોલ કે માદક પદાર્થનું સેવન કર્યા વગર જ 31 ડિસેમ્બરની ઉજવણી કરજો. કેમકે 31 ડિસેમ્બરની પાર્ટીને લઈને વડોદરા, રાજકોટ, અમદાવાદ અને ભાવનગર સહિતની રાજ્યની પોલીસ સતર્ક થઈ ગઈ છે.

નશાખોરો અને દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસે વિવિધ સ્થળે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. યુવાધન દારૂના નશાના રવાડે ન ચડે તે માટે પોલીસે એકશન પ્લાન બનાવ્યો છે. પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પાર્ટી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટી આયોજકોએ લાઉડસ્પીકર ઓછા વગાડવા પડશે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં રાત્રિના 10 પછી માઇકનો ઉપયોગ કરવા પર મનાઇ ફરમાવી છે. ત્યારે આવામાં જો તમે ચેતશો નહિ, તો નવુ વર્ષ  તમારે જેલમાં વિતાવવું પડશે. 

રાજ્યમાં દારૂની રેલમ છેલ રોકવા સમગ્ર રાજ્યની પોલીસને સતર્ક કરી દેવાઈ છે. જિલ્લાના ટોલટેક્સ સહિત મુખ્ય માર્ગો ઉપર પણ વોચ ગોઠવાઈ છે. જિલ્લાની સરહદી ચેકપોસ્ટ પર પણ જિલ્લા પોલીસ દ્વાર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ ચેકપોસ્ટ ઉપરથી છેલ્લા એક વર્ષ દરમિયાન બુટલેગરો દ્વારા ઓઇલ ટેન્કરમાં ભરી, ઘઉંના ભૂંસાની આડમાં સંતાડી, રીક્ષામાં ચોર ખાનું બનાવવા જેવી જુદી જુદી મોડેસ ઓપરેન્ડી દ્વારા ગુજરાતમાં લવાતા ૧૦ કરોડથી વધુનો દારૂ તેમજ ૫ કરોડ જેટલું ચરસ પણ ઝડપાઇ ચૂક્યું છે. 

વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. છેલ્લા ઘણા દિવસથી પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી છે, ત્યારે આજે પણ વહેલી સવારથી જ હરણી એરપોર્ટ સર્કલ પાસે ચેકિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ પાસેથી અવારનવાર ઝડપાયેલા દારૂને કારણે પોલીસ કડક ચેકિંગ કરી રહી છે. દારૂ કે કોઇ નશીલા પદાર્થની હેરાફેરી થાય નહીં તે માટેની તકેદારી પોલીસ રાખી રહી છે. બ્રેથ એનેલાઇઝર મશીનથી કોઇએ નશો કર્યો છે કે કેમ તેનું પણ ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે.  શહેરમાં 11 ચેકપોસ્ટ સહિત 40 સ્થળ પર 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યું. જ્યારે દારૂના ટેસ્ટિંગ માટે 200 બ્રેથ એનેલાઇઝર મશીન પોલીસોને ફળવાયા છે.

 

31st ની પાર્ટી કરનારા આટલું ધ્યાનમાં  રાખજો…નહિ તો…..

  • મહિલાઓ સાથે કોઇ દુર્વ્યવહાર ન કરે તેની તકેદારી આયોજકોએ રાખવી પડશે. 
  • નશો કરેલ વ્યક્તિ ફાર્મ હાઉસ કે પાર્ટીપ્લોટમાં આવશે તે બદલ આયોજકો સામે ગુનો દાખલ કરાશે.
  • 134 ચેકપોસ્ટ પર વાહનો પર બાજનજર રખાશે. 1 હજાર પોલીસની મોટરસાઇકલ પેટ્રોલિંગ કરશે. તમામ શહેરોમાં ચેકપૉઇન્ટ બનાવાયાં છે.
  •  ગુજરાત પોલીસ દારૂ પીધેલાને બ્રેથ એનેલાઇઝર મશીનથી અને સીસીટીવીના આધારે પણ ધરપકડ કરશે.