સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે પણ પ્રવેશ ન મળતા પ્રવાસીઓએ મચાવ્યો હોબાળો

Spread the love

કેવડીયા, ૧૯મી નવેમ્બર. 

રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો કરી નાંખી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે બંધ રહેશે તેવી કોઇ સત્તાવર નહિ કરી હોવાથી  દર સોમવારે પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા માટે પહોંચી જાય છે. અને દર સોમવારે કકળાટ થાય છે. આજે પણ સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હતું અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા માટે પહોંચી ગયા હતા. જ્યાં પ્રવાસીઓએ હોબાળો મચાવી દીધો હતો. ભારે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓને પડે છે આવી હાલાકી

  • વાહન ચાલકો માટે પાર્કિંગ માટે પુરતી જગ્યા નથી
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચ્યા બાદ તેમાં પ્રવેશ મેળવવામાં એક કલાકથી વધુનો સમય લાગે છે
  • ટિકિટ મેળવ્યા બાદ લકઝરી બસમાં બેસવા માટે બે કલાક સુધી રાહ જોવી પડે છે
  • વ્યૂ ગેલેરી જોવા માટે પણ કલાકો સુધી પ્રવાસીઓને રાહ જોવી પડે છે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આરામ કરવા માટે શેલ્ટરની વ્યવસ્થા નથી