સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈને રાજ્ય સરકાર નો યુટર્ન : 1લી ફેબ્રુઆરી થી ટ્યુશન કલાસીસ શરૂ થશે

www.mrreporter.in
Spread the love

રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગો આ તારીખથી શરૂ થશે

એજ્યુએશન-મી.રીપોર્ટર,૨૭મી જાન્યુઆરી.

રાજ્યમાં ૬ મહાનગરપાલિકા, નગરપાલિકા તથા પંચાયતોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈને રાજ્ય સરકાર નો યુટર્ન લઈને કોવીડ ના લીધે છેલ્લા 10-11 મહિના થી બંધ ટ્યુશન કલાસીસ સંચાલકોને ખુશ કરવા તેમજ તેમના વોટ નું નુકશાન ટાળવા માટે ૧લી ફેબ્રુઆરી ટ્યુશન ક્લાસમાં પણ શૈક્ષણિક કાર્ય શરુ કરાવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહી શાળા સંચાલકોની પણ નારાજગી દુર કરવા માટે ૧લી ફેબ્રુઆરીથી ધો-9 અને ધો 11નું શિક્ષણ કાર્ય શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આજે  મુખ્યમંત્રી સાથેની મળેલી કેબિનેટમાં બેઠકમાં શાળાઓમાં શરુ કરવામાં આવેલા ધોરણ 10 અને 12 ના શિક્ષણકાર્યમાં વિદ્યાર્થીઓની જોવા મળેલી સંતોષકારક હાજરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા શિક્ષણકાર્ય તેમજ મોટાભાગની સ્કુલોમાં એસઓપીના થઇ રહેલા  પાલન અંગે પણ ચર્ચા થઇ હતી. ચર્ચાને અંગે તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ને ધ્યાનમાં રાખીને અને બાળકોના શિક્ષણ ને કેન્દ્રમાં રાખીને ૧લી ફેબ્રુઆરીથી ધો-9 અને ધો 11નું શિક્ષણ કાર્ય શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.   

 તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે. ૧લી ફેબ્રુઆરી ટ્યુશન ક્લાસમાં પણ શૈક્ષણિક કાર્ય શરુ કરાવવાનો નિર્ણય કર્યો છે.  ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે

જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે ચાર વખત મુદત લંબાવવામાં આવેલ હોવાથી તેમજ પ્રવેશની કામગીરી પણ સ્કૂલો તરફથી પૂર્ણ થઈ જ ગયેલ હોવાની બાબતને ધ્યાને લેતાં પ્રવેશ માટેની તારીખ હવે પછી લંબાવવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.