રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ : ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ અને CM રૂપાણી સાથે હતા

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-અમદાવાદ, મી.રિપોર્ટર, ૨૪મી એપ્રિલ. 

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયાવત છે. રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. કોરોના ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે  હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના સંક્રમિત હોવાની વિગતો સાંપડી છે. વધુ સારવાર માટે તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

પ્રાપ્ત વિગતો મુજબ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તબિયત ખરાબ થતાં તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેઓમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા હતા. જોકે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તેઓ દિવસભર અને આજે સવારે પણ ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉપસ્થિત હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.