સેવાસદન, વુડા અને સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા પર વિશેષ કામ કરે તો વડોદરાની વિકાસ અન્ય શહેરોની જેમ વિકસી શકે છે : શહેરના નવલખી ખાતે 25 થી 27 જાન્યુઆરી દરમિયાન વડોદરા ક્રેડાઈનો ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૯નુ આયોજન

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૩મી જાન્યુઆરી.

રાજ્યમાં બાંધકામ ક્ષેત્રમાં હાલમાં જે બાર ટકા જીએસટી લેવાય છે તે આગામી બજેટમાં ઓછી થાય તેમજ સ્ટેમ્પ ડ્યુટી ને જીએસટીમાં આવરી લેવામાં આવવી જોઈએ. વડોદરામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભારે કમી છે. જો સેવાસદન, વુડા અને સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા પર વિશેષ કામ કરે તો વડોદરાની વિકાસ અન્ય શહેરોની જેમ વિકસી શકે છે. અન્ય શહેરોની સરખામણીમાં વડોદરામાં થઇ રહેલા ઓછા વિકાસ માટે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે. જો આ ઈચ્છાશક્તિ પ્રબળ બનાવાય તો વડોદરા ટોપ સીટીમાં સ્થાન મેળવી શકે છે એમ વડોદરા ક્રેડાઈ અત્રે જણાવ્યું હતું. 

શહેરના નવલખી ખાતે 25 થી 27 જાન્યુઆરી દરમિયાન વડોદરા ક્રેડાઈનો ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૯નુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ બાદ યોજાનારા પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૯ અંગે વડોદરા ક્રેડાઈના  પ્રમુખ જતીન અમીને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૯ માં ૧૦૦ થી વધુ  ડેવલોપર્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં ૫૦૦ થી વધુ પ્રોપર્ટીઝ પ્રદર્શન માટે મૂકાશે. ૨૦ થી વધુ પ્રોજેક્ટનું મેગા લોન્ચિંગ પણ પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૯માં થશે. આ પ્રોપર્ટી ખરીદવામાં રસ ધરાવનાર ગ્રાહકને આકર્ષક ઓફર આપશે. જેમાં ગ્રાહકોને રૂપિયા એક લાખનું ડિસ્કાઉન્ટ વાઉચર મળશે. પ્રોપર્ટી ખરીદતી વખતે તે આને વટાવી શકશે. પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૯ ની મુલાકાત લેનારા  મુલાકાતીઓ માટે પણ એક આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૯ માં ફૂડ કોર્ટ અને કલાકારોના લાઈવ પર્ફોર્મન્સ માણવાની પણ તક મળશે. ત્રિ દિવસીય એક્સ્પોમાં કોન્ફરન્સ અને ટોક શો પણ યોજાશે.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: