એસ.ટી. બસોની અનિયમિતતાને લઇને વિદ્યાર્થીઓએ કિર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પર હોબાળો મચાવ્યો

એસ.ટી. બસોની અનિયમિતતાને લઇને વિદ્યાર્થીઓએ કિર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પર હોબાળો મચાવ્યો
Spread the love

વડોદરા- મિ.રિપોર્ટર, ૨૭મી ડીસેમ્બર. 

વડોદરા શહેરના કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પર એસ.ટી. બસોની અનિયમિતતાને લઇને વિદ્યાર્થીઓનો હોબાળો મચાવ્યો હતો. સમયસર અને વધુ બસ ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.

આસપાસના વિસ્તારોમાંથી વડોદરા શહેરમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અપડાઉન કરતા હોય છે, ત્યારે બસોની અનિયમિતતાને લઈને વારંવાર રજૂઆત છતાં પણ કોઇપણ પ્રકારનું નિરાકરણ ન આવતાં આજે વિદ્યાર્થીઓએ કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ ખાતે હોબાળો કર્યો હતો. હોબાળાને કારણે બસ વ્યવહાર થોડા ક્ષણો માટે ખોરવાઇ ગયો હતો. એસ.ટી.વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ મધ્યસ્થી કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

વિદ્યાર્થી રાહુલ પરમારે જણાવ્યું હતું કે, સો સમયસરના ન આવતી હોવાથી અમને પારાવાર હાલાકી પડે છે. આ અંગે એસટી વિભાગમાં મૌખિક અને લેખિત રજૂઆત બાદ પણ કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવતાં આજે અમે વિરોધ કર્યો છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવવું જોઈએ તેવી અમારી માંગણી છે.