બોલીવુડ, મિ.રિપોર્ટર, ૨૫મી જાન્યુઆરી.
બોલીવુડ કિવન શ્રીદેવીની મોટી પુત્રી અને ” ધડક” ફિલ્મ થી પોતાનો ફિલ્મી સફર શરુ કરનારી જ્હાન્વી કપૂર પાસે હાલમાં કરણ જોહરના પ્રોડક્શન હાઉસની ‘તખ્ત’ અને ગુંજન સક્સેનાની બાયોપિક ફિલ્મ છે. જોકે ફિલ્મ કરતા જ્હાન્વી કપૂર અને તેણી બહેન ખુશી કપૂર આજકાલ ખૂબ ચર્ચામાં છે. જ્હાન્વી પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તો ખુશી મોટી બહેન જહાન્વીની જેમ જ પોતાના લૂક્સ અને સ્ટાઈલના કારણે છવાયેલી રહે છે.
જ્હાન્વી અને ખુશી વચ્ચેનું બોન્ડિંગ જબરદસ્ત છે જે પબ્લિક ઈવેન્ટ્સમાં જોઈ જ શકાય છે. જો કે હાલમાં જ ખુશીએ જ્હાન્વીની વિચિત્ર આદતોનો ખુલાસો કર્યો છે. ખુશીને પૂછવામાં આવ્યું કે, ઘરે જ્હાન્વીનો અંદાજ કેવો હોય છે. ત્યારે ખુશીએ કહ્યું કે, જ્હાન્વીને ડાન્સનો ખૂબ શોખ છે અને તે ક્યારેય પણ ડાન્સ કરવા લાગે છે. આ ઉપરાંત જ્હાન્વીને ઊંઘમાં બોલવાની ટેવ છે. ઊંઘમાં જ્હાન્વી બોલિવુડ ફિલ્મોના ડાયલોગ બબડ્યા કરે છે. ત્યારે જ અમને ખબર પડી કે જ્હાન્વીને ફિલ્મોનો ભારે શોખ છે.