નવરચના યુનિવર્સીટીમાં સ્કૂલ ઓફ એનવાયરોમેંટલ એન્ડ આર્કિટેક્ચર (સેડા) દ્વારા સ્પ્રિંગ સેમેસ્ટરનું પ્રદર્શન

Spread the love

એજ્યુકેશન – મી.રિપોર્ટર, ૭મી સપ્ટેમ્બર. 

નવરચના યુનિવર્સીટીમાં સ્કૂલ ઓફ એનવાયરોમેંટલ એન્ડ આર્કિટેક્ચર (સેડા) દ્વારા  દર વર્ષે સ્પ્રિંગ સેમેસ્ટરનું પ્રદર્શન આયોજન કરવામાં આવે છે. સ્કૂલ ઓફ એનવાયરોમેંટલ એન્ડ આર્કિટેક્ચર (સેડા) હાલ માં ત્રણ અંડર ગ્રેજયુએટ પ્રોગ્રામ ધરાવે છે: બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ડિઝાઈન (ઇન્ટીરિયર) અને બેચલર ઓફ ડિઝાઈન (લેન્ડસ્કેપ). સેડા દ્વારા છેલ્લા વસંતસત્ર (સ્પ્રિંગ સેમેસ્ટર)ના વિદ્યાર્થીઓના કામ નું સંયુક્ત રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં આર્કિટેક્ચર અને ડિઝાઇન ના કેટલાક નવીન અને અદ્યતન અભિગમ જોવા મળી રહ્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આ સ્પ્રિંગ સેમેસ્ટર સંપૂર્ણ રીતે ઓનલાઈન રહ્યું હતું, જેથી વિદ્યાર્થિઓ માટે ઘરે ડિઝાઇન નું તમામ કાર્ય પૂરું કરવું એ પડકાર સમાન હતું. સામાન્ય રીતે, સર્જનાત્મક ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ મોડેલ, મોટા ડ્રોઈંગ બનાવવાના હોય છે અને વર્કશોપ થકી તેમના કાર્ય ને પરિપૂર્ણ કરવા માટે કરવાનો હોય છે. સૌથી મોટો પડકાર ફેકલ્ટી ના શિક્ષકો માટે એ હતો કે વિદ્યાર્થીઓ ને રૂબરૂ મળ્યા વિના કાર્ય કરવાનો રહ્યો હતો. આથી મોટા ભાગની એક્સરસાઇઝ આ અવરોધોને ધ્યાનમાં રાખીને તેમજ કાર્યનો હેતુ જળવાઈ રહે તે રીતે રૂપાંતરિત કરવામાં આવી હતી.

મહામારી અને ઓનલાઇન શિક્ષણની મર્યાદાઓ ખરેખર શિક્ષણ અને કાર્યની સોંપણી ને એક નવીન પ્રકારની નવીનતા તરફ દોરી ગઈ છે. ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થીની કે જેને તેના સ્ટુડિયો માટે મોડેલ બનાવવાની વસ્તુઓ મળી શકે તેમ ન હતી તો સ્ટુડિયો સાઈટ બનાવવા તેમજ વૃક્ષ દર્શાવવા ફ્રીજ માં રહેલ બ્રોકોલી નો ઉપયોગ શરૂ કર્યો હતો.

અન્ય કિસ્સામાં ફર્નિચર ડિઝાઇન વર્કશોપ ને ઘરમાં રહેલી વસ્તુઓ તેમજ જૂના ફર્નિચરને ફરીથી ડિઝાઇન કરી ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય તેમજ તેમની આસપાસની વસ્તુઓને કંઈ રીતે બનાવી શકાય એ રીતે કરાવવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ આવી વસ્તુઓ શોધવા પ્રોત્સાહિત થાય. એજ પ્રમાણે હિસ્ટ્રી સંબંધિત કાર્યની સોંપણી માં વિદ્યાર્થીઓ ને તેમના પાડોશમાં અથવા શહેરમાં ફરવા અને જુના હેરિટેજ સ્મારક શોધવા અને તેમનું ડોક્યુમેન્ટ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આપના વારસા વિશે વધુ સ્થાનિક સ્તરના જ્ઞાન તેમજ જાગૃતિ તરફ દોરી જાય છે અને હેરિટેજ ઇમારતો ના ડોક્યુમેન્ટ કરવામાં મદદ કરે છે. આ ઓનલાઈન શિક્ષણના અવરોધો ને લીધે નવી શિક્ષણ પદ્ધતિ નું ધડતર તેમજ ભણતરના નવા અભિગમ ને વેગ મળશે.

સ્ટુડન્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ લોકડાઉન દરમ્યાન વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય અને સ્ટ્રેસ સંબંધિત મુદ્દાઓની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ચલાવવમાં આવ્યો હતો. ફેકલ્ટીના માર્ગદર્શકો શક્ય બને તે રીતે દર અઠવાડિયે વિદ્યાર્થીઓ સાથે બિન શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરવા મળતા હતા, જેમકે તણાવ, શોખ, સંગીત અથવા મળેલ વિવિધ કાર્ય ને કઈ રીતે પૂર્ણ કરી શકાય તે રીતની માહિતી ની આપ લે વિગેરે. આ માર્ગદર્શન કાર્યક્રમ વિદ્યાર્થીઓ ને ફેકલ્ટી ના શિક્ષકોની એક અનન્ય બાજુ પણ જોવાની પ્રેરણા આપે છે અને આ કાર્ય માં નવા હોબી ક્લબની પણ રચના કરવામાં આવી છે, જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગ્રેડ અથવા ક્રેડિટ માટે નહિ પરંતુ માત્ર મનોરંજન માટે કઈક કરે છે.

સેડા પહેલેથી જ માટીકામ, સ્કેચિંગ અને ટ્રાવેલિંગ ક્લબ ચલાવી રહ્યું છે જ્યાં ફેકલ્ટી ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને તેમના શોખ આગળ ધપાવે છે. હાલ એક મ્યુઝિક અને એરોમોડેલિંગ ક્લબ પર કામ ચાલી રહ્યું છે. પ્રદર્શનના ઉદઘાટન દરમ્યાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો લગભગ દોઢ વર્ષ પછી એકબીજા ને મળ્યા હતા. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ માટે આ કેમ્પસ ની પ્રથમ મુલાકાત પણ હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

%d bloggers like this: