સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીનો આદેશ : ટી-શર્ટ પહેરીને વિધાનસભામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યને સાર્જન્ટોએ ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા

www.mrreporter.in

ગાંધીનગર-મી.રિપોર્ટર,15મી માર્ચ

ગાંધીનગરમાં  બજેટ સત્રની આજની બેઠક દરમિયાન સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યોને ગૃહની ગરીમાને શોભે તેવા વસ્ત્રો પહેરવા માટે ટકોર કરતાં ટી-શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ગીર-સોમનાથની વેરાવળ બેઠકના ધારાસભ્ય વિમલ ચુડાસમાને સસ્પેન્ડ કરી દીધા હતા.  બીજીબાજુ  સ્પીકરે જણાવ્યું હતું કે, તેમણે ભૂતકાળમાં પણ આ અંગે ટકોર કરી હોવા છતાંય કેટલાક ધારાસભ્યો હજુય ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ વિમલ ચુડાસમાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવી શકે નહીં. તેમણે ધારાસભ્યને ટી-શર્ટને બદલે શર્ટ પહેરીને આવવા માટે કહ્યું હતું. એટલું જ નહીં, જો પોતાની પાસે શર્ટ ના હોય તો કોઈનું શર્ટ પહેરીને આવવા સ્પીકરે આદેશ આપ્યો હતો. ધારાસભ્યએ આદેશનો વિરોધ કરતાં સ્પીકરે તેમને બહાર મૂકી આવવા હુકમ કર્યો હતો, અને આખરે વિધાનસભાના સાર્જન્ટો દ્વારા વિમલ ચુડસમાને ગૃહમાંથી પકડીને બહાર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિધાનસભાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્પીકરના આદેશ બાદ ગૃહની બહાર આવેલા વિમલ ચુસાડમાએ જણાવ્યું હતું કે, ‘હું સામાન્ય રીતે મારા મતવિસ્તારમાં ટી-શર્ટ જ પહેરતો હોઉં છું. મારી પાસે તો ઝભ્ભો પણ નથી. જો મારા મતદારોએ મને ટી-શર્ટમાં સ્વીકાર્યો હોય, તો હું વિધાનસભામાં તેને પહેરીને કેમ ના આવી શકું?’ વિમલ ચુડાસમાએ એમ પણ જણાવ્યું હતું કે, શું પહેરવું, અને શું ખાવું બંધારણીય હક્ક છે. પોતાને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું પણ ધારાસભ્યએ કહ્યું હતું. ગૃહમાં ટી-શર્ટ પહેરીને ના આવી શકાય તેવો કોઈ કાયદો નથી.

કોંગ્રેસના ગીર-સોમનાથની વેરાવળ બેઠકના ધારાસભ્ય વિમલ ચુડાસમાને વિધાનસભામાં ટી શર્ટ પહેરીને આવવા બદલ  વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહ ની બહાર કાઢી મૂકતાં  વડોદરા કોંગ્રેસમાં પણ ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસના મંત્રી સાંઈ ઢેકાને એ સમગ્ર ઘટનાનો વિરોધ કર્યો હતો. તેમણે  વિધાનસભાના સ્પીકર ના નિર્ણય ને ખોટો ઠેરવીને નિર્ણય બધા માટે લાગુ કરવાની માંગ કરી હતી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply