લો બોલો, કોંગ્રસ નો કકળાટ : એક શખ્સ કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઈને રફુચક્કર થયો

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, 6ઠ્ઠી ફેબ્રુઆરી. 

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.  ચૂંટણીના ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં  છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ રહી છે. કોગ્રેસ માં છેલ્લી ઘડી સુધી ઉમેદવારો જાહેર ન કરાતા ઉત્સાહનો અભાવ જોવા મળ્યો છે. જેથી કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લી ધડી સુધી નામો જાહેર ન કરાતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ ગાયબ થઈ ગયો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ વચ્ચે અમદાવાદના જોધપુર વોર્ડમાં વિચિત્ર ઘટના બની છે. અમદાવાદ ના જોધપુર વોર્ડમાં 3 ઉમેદવારોના ફોર્મ ગાયબ થયા છે.  એક ટિકિટ વાંચ્છુક શખ્સ ત્રણ ઉમેદવારના ફોર્મ લઈને ગાયબ થઈ ગયો છે. આવામાં જોધપુર વોર્ડથી કોંગ્રેસના 3 ઉમેદવારો  ચૂંટણી લડી ન શકે તેવી સ્થિતિ પેદા થઈ છે. તો બીજી તરફ, જોધપુર વોર્ડમાં જંગ પહેલા જ હારથી બચવા કોંગ્રેસના મરણીયા પ્રયાસ જોવા મળ્યા છે. ગાયબ થયેલા ફોર્મ ફરીથી ભરવા કોંગ્રેસના નેતાઓમાં દોડધામ થઈ છે. નવા ફોર્મ અને ડોક્યુમેન્ટ એકઠા કરવા કોંગ્રેસમાં મથામણ ચાલી રહી છે. આવામાં 3 વાગ્યા પહેલા ફોર્મ ભરવામાં કોંગ્રેસના ઉમેદવારો નિષ્ફળ નીવડે તો ચૂંટણી પહેલાં જ જોધપુર વોર્ડમાં 4માંથી ભાજપના 3 ઉમેદવારોની જીત સ્પષ્ટ થઈ જશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.