લો બોલો..જામિયાએ સરકારને 2.66 કરોડનુ બિલ મોકલ્યું, દિલ્હી પોલીસે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ

Spread the love
 
નવી દિલ્હી – મી.રીપોર્ટર, ૧૯મી ફેબ્રુઆરી. 
 
દેશની યુનિવર્સીટી પૈકીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સીટીમાં  ગત 15 ડિસેમ્બરમાં ભારે ધાંધલધમાલ થઇ હતી. આ ધમાલ પ્રકરણમાં પોલીસ – સરકાર અને યુનિવર્સીટીના સત્તાધીશો તેમજ ધમાલમાં સામેલ કેટલાક વિદ્યાર્થીઓ એકબીજા પર સંપત્તિને નુકસાન કરવા અને વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને મારવા નો આક્ષેપ કરી રહ્યા છે.
 
આ વિવાદમાં હવે જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સીટીના સત્તાધીશોએ  પોલીસ અને સરકાર પર આક્ષેપ કરતા એક બીલ મોકલતા કહ્યું  છે કે ગત 15 ડિસેમ્બરે કેમ્પસમાં ઘૂસી પોલીસે કરેલી કાર્યવાહીથી યૂનિવર્સિટીની 2.66 કરોડની સંત્તિને નુકસાન પહોંચ્યું છે. યૂનિવર્સિટીએ 2.66 કરોડ રૂપિયાના નુકસાનનું આ બિલ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયને સોંપી દીધું છે. આ બિલમાં 25 સીસીટીવી કેમેરા તોડવાનું બિલ પણ જોડવામાં આવ્યું છે. જેની કિંમત 4.75 લાખ રૂપિયા જણાવાઈ છે.
 
અત્રે ઉલ્લેનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી જામિયાની સીસીટીવી ફુટેજ સામે આવી રહી છે. જેમાં કેટલાક પોલીસકર્મી લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરે છે. તેઓ સંપત્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. જેમાં સીસીટીવી પણ સામેલ છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. તેઓ હજુ પણ તેની પ્રામાણિકતાનો પતો લગાવી રહ્યા છે.

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સીટીના સત્તાધીશોએ પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે,  જે ચીજોનું નુકસાન થયું છે તેમાં લાઈબ્રેરીનો સામાન, દરવાજા, બારીઓના કાચ, એસી યૂનિટ, ઈલેક્ટ્રીસિટી સિસ્ટમ, ખુરશીઓ, ટેબલ, લાઈટ અને કાચ સામેલ છે. યૂનિવર્સિટીનું અનુમાન છે કે તેના 55 લાખ રૂપિયાના ઈક્વીપમેન્ટને નુકસાન થયું છે. આની સાથે જ 75 ક્ષતિગ્રસ્ત દરવાજાઓની કિંમત 41.25 લાખ, બારીના કાચની કિંમત 22.5 લાખ, રેલિંગની 18 લાખ, હાર્ડવેરની 15 લાખ અને લાઈબ્રેરીના 35 ટેબલની કિંમત 14 લાખ રૂપિયા થાય છે. 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)