લો બોલો… પૈસા માટે સ્વસ્થ વ્યક્તિની સર્જરી કરી નાંખી, આયુષ્માન ભારતમાં જાણો ક્યાં થઇ રહી છે લૂંટ જ લૂંટ….

દહેરાદૂન- મી.રીપોર્ટર, ૧૦મી ઓગસ્ટ. 

દેશમાં PM મોદીએ ગરીબ લોકોને વિના મુલ્યે સ્વાસ્થ્ય સંદર્ભે સારવાર મળી શકે તે માટે અટલ આયુષ્માન  યોજના શરુ કરી છે. પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં આ યોજનાનો ગેર ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે.  આવો એક કિસ્સો સામે આવ્યો છે.ઉત્તરાખંડમાં ભારત સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય યોજના અટલ આયુષ્માન ભારતમાં મોટા પાયે છેતરપિંડી થતી હોવાનો ખુલાસો થયો છે. ડોક્ટરો અને હોસ્પિટલોની મિલીભગતથી જરૂરિયાતમંદો માટે શરૂ કરેલી યોજના મારફતે  ઉઘાડી લૂંટ ચલાવી ને સરકારના કરોડો રૂપિયા ચાઉ  રહી છે.

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ના અધિકારીઓએ જણાવ્યા મુજબ,  પ્રાઈવેટ હોસ્પિટલોમાં છેલ્લા થોડા મહિનામાં આ યોજનાથી લગભગ 1.20 કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. NHAની એક ટીમ ઉત્તરાખંડમાં અટલ આયુષ્માન ભારત યોજનાનો લાભ લેનાર લોકોને મળવા પહોંચી હતી. એક લાભાર્થી સાથે મુલાકાત પછી જે વાસ્તવિકતા પ્રકાશમાં આવી તે જાણીને અધિકારીઓના હોશ ઉડી ગયા હતા.

ઈમર્જન્સી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી છે તેવો દર્દી સ્કૂટી ચલાવતો જોવા મળ્યો

તપાસ ટીમ ને હાથ લાગેલા લીસ્ટમાં એક  વ્યક્તિનું નામ એવા લિસ્ટમાં હતુ જેને ઈમર્જન્સી હિપ રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂર હતી. પરંતુ ટીમ તેને મળી ત્યારે તે આસાનીથી સ્કૂટી ચલાવતો જોવા મળ્યો હતો. અમુક હોસ્પિટલોએ દર્દીઓના ઓપરેશનની જાણકારી આપી હતી જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે તેમની સર્જરી તો ઘણા પહેલા થઈ ચૂકી હતી. અમુક હોસ્પિટલોએ એકદમ સ્વસ્થ દર્દીઓની બોગસ સર્જરીના નામ પર મોટી રકમનો દાવો કર્યો હતો.

30 બેડની એક હોસ્પિટલમાં  ફક્ત એક જ ડોક્ટર

30 બેડની એક હોસ્પિટલમાં 24 કલાક ઈમર્જન્સી સુવિધાનો દાવો કરવામાં આવ્યો હતો.  પરંતુ તપાસ ટીમ ને જાણવા મળ્યું કે આખી હોસ્પિટલ ફક્ત એક જ ડોક્ટર ચલાવે છે જે આ હોસ્પિટલનો માલિક છે. હોસ્પિટલે આ યોજના અંતર્ગત 2,72,600 રૂપિયાનો દાવો કર્યો છે જેને તપાસ બાદ રદ કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહિ, ઉધમ સિંહ નગરના એક સરકારી હેલ્થ સેન્ટરમાં ફાર્માસિસ્ટ ત્યાં આવતા દર્દીઓને ખાનગી નર્સિંગ હોમમાં મોકલતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક નર્સિંગ હોમમાં આયુર્વેદિક ડોક્ટર પોતાને MBBS ગણાવીને દર્દીઓની સારવાર કરે છે. 

રાત્રે 9.30 વાગ્યા પછી મોતિયાની સર્જરીને ઈમર્જન્સી દર્શાવીને લુંટ 

હોસ્પિટલોએ વધારે પૈસા વસૂલવા માટે અલગ-અલગ રીત અપનાવી હતી. હરિદ્વારમાં એક હોસ્પિટલે 45 દિવસમાં 38 મોતિયાની સર્જરીનો દાવો કર્યો હતો,  જે રાત્રે 9.30 વાગ્યા પછી કરવામાં આવી હતી. હોસ્પિટલે તેને ઈમર્જન્સી દર્શાવીને મોટી રકમનો દાવો કર્યો હતો. અધિકારીઓએ આ દાવાને નકારતા કહ્યું કે મોતિયાની સર્જરી ઈમર્જન્સી સર્જરી હોઈ જ ન શકે.

 

તમે વડોદરાના પુર પીડિતો ને મદદ કરવા માંગતા હોવ તો આ લિંક પર ક્લિક કરો………

 

Leave a Reply