લો બોલો….અમદાવાદમાં પાંચ યુવકોએ રાત્રિ કર્ફ્યુંનો ભંગ કરીને બેરિકેટિંગ આગળ કર્યો ડાન્સ…જુઓ વિડીયો..

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-અમદાવાદ, મી.રિપોર્ટર, ૩૧મી મે.

રાજ્યમાં કોરોના નો કહેર ઓછો થયો નથી. કોરોના ની ગતિ થોડી ધીમી જરૂર પડી છે. કોરોના નો વ્યાપ ના વધે તે માટે રાજ્ય સરકારે દિવસમાં થોડી રાહત આપી છે, જોકે રાત્રિ કર્ફ્યું યથાવત રાખ્યો છે. આમ છતાંય ઘણા લોકો જાણે કોરોના જ સંપૂર્ણ રીતે ખત્મ થઇ ગયો છે તે રીતે માસ્ક વગર જ ફરી રહ્યા છે. ખુલ્લેઆમ કોવિડના નિયમો નો ભંગ કરી રહ્યા છે. આવો જ એક વિડીયો હાલમાં વાઈરલ થયો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

અમદાવાદના પૂર્વ એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં 5 જેટલા યુવકો બેરિકેટિંગ આગળ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વીડિયો મોડી રાત્રિનો છે, રાત્રિ કર્ફ્યું  માં સરેઆમ કાયદો નો ભંગ કરીએ યુવકોને ડાન્સ કરી રહ્યા છે. જાણે યુવકો ને કાયદો નો કોઈ જ ડર ન હોય ? વાઈરલ વિડીયોમાં બેરિકેટિંગ આગળ ડાન્સ કરી રહેલા આ યુવકો કોણ છે? આ લોકો વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી હાથ ધરાશે ? 

તો બીજીબાજુ ચર્ચાઈ રહ્યું છે કે, આ રીતે રાત્રિ દરમિયાન બિનધાસ્ત બની માસ્ક વગર વીડિયો બનાવાતાં પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. રાત્રિ કર્ફ્યૂનો કડકપણે શહેરમાં અમલ થવો જરૂરી છે, પરંતુ પોલીસ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ચેકિંગ કરતી હોય તો આ રીતે નબીરાઓ બિનધાસ્ત બની ફરતા ન હોત અને રાત્રિ કર્ફ્યૂનો ભંગ પણ કરતા ન હોત.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.