બહુ જલ્દી જ WhatsApp માં આવશે નવું ફીચર, હવે ચેટનો સ્ક્રીનશોટ નહીં લઈ શકાય…જાણો કેમ ?

Spread the love

ટેકનોલોજી-મિ.રિપોર્ટર, ૧૭મી એપ્રિલ

વિશ્વની સૌથી જાણીતી પોપ્યુલર મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે બાદ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ઈનેબલ થવા પર યૂઝર્સ ચેટનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે. ios એપમાં ફિંગરપ્રિન્ટ ફીચર પહેલાથી જ ઉપલબ્ધ છે.

વોટ્સએપ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકશન ફીચરને છેલ્લા ઘણા સમયથી એન્ડ્રોઈડ પર ટેસ્ટ કરી રહ્યું છે. વોટ્સએપમાં આવનારા નવા અપડેટ્સ અને ફીચર પર નજર રાખનારા WABetaInfoના રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચરમાં એક ફંક્શન ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે. જેના મદદથી યૂઝરને સ્ક્રીનશોટ્સ લેવા પર બ્લોક કરી શકાય. એકવાર તે આવ્યા બાદ અને ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ઈનેબલ થવા પર યૂઝર્સ ચેટનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ઝન 2.19.71થી 2.19.106 માં એન્ડ્રોઈડ બીટા વર્ઝન અપડેટ કરનારા યૂઝર્સને મીડિયા શેરિંગ માટે અલગથી ઈન્ટરફેસથી મળશે. વચ્ચે ઈમોજી અને સ્ટિકર્સ માટે બે ડેડિકેટેડ ટેબ પણ હશે. આ સાથે જ ઈન્સ્ટાગ્રામની જેમ ટાઈમ, લોકેશન અને બાકીના સ્ટીકર્સ પર પણ નજર રહેશે. આ સિવાય ડાર્ક મોડ જેવા કેટલાક ફીચર્સ પર પણ વોટ્સએપ ટેસ્ટિંગ કરી રહ્યું છે.