ટૂંક સમયમાં PUBG Lite ભારતમાં લોન્ચ થશે, આ વર્ઝનને પ્લેયર ફ્રીમાં રમી શકશે

પોપ્યુલર ઓનલાઇન ગેમ PUBG નું Lite વર્ઝન ટૂંક જ સમયમાં ભારતમાં લોન્ચ થવાનું છે. PUBG ઇન્ડિયાના ફેસબુક પેજ પર આ અંગે માહિતી અપાઈ છે. જોકે, કયા દિવસે આ PUBG Lite વર્ઝન રિલીઝ થશે એ એક્ઝેક્ટ ડેટ જાહેર થઇ નથી. PUBG Lite વર્ઝન હાઈટેક ગેમીંગ સિસ્ટમને બદલે સાદા પીસીને ટાર્ગેટ કરશે.

PUBG Lite હોંગકોંગ, બ્રાઝીલ, તાઇવાન, બાંગ્લાદેશ સહીત 15 દેશોમાં ઓલરેડી અવેલેબલ છે. PUBG Liteનું પહેલું બીટા વર્ઝન આ વર્ષની શરૂઆતમાં થાઈલેન્ડમાં લોન્ચ થયું હતું. જ્યારે હમણાં સૌથી છેલ્લે 23 મેના રોજ ટર્કી અને બ્રાઝીલમાં બીટા વર્ઝન લાઈવ થયું હતું.

પર્સનલ કમ્યુટર માટેની PUBG ગેમની સરખામણીએ ગેમર આ Lite વર્ઝન ફ્રીમાં રમી શકશે. તેના માટે પ્લેયરે સૌ પ્રથમ ઓફિશિયલ લોન્ચર લેવું પડશે. જે તેમને ગેમ ફાઇલ્સ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવામાં મદદ કરશે.

PUBG Lite માટે PCમાં મિનિમમ આ વસ્તુ હોવી જોઈએ

Windows 7, 8, અથવા 10 (64bit)
Intel Core i3, 2.4GHz
4GB રેમ
Intel HD ગ્રાફિક્સ 4000
4GB ડિસ્ક સ્પેસ