તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી ટપ્પુ સેનાની ટીમ માંથી સોનુ એ છોડ્યો….જાણો કેમ ?

મિ.રિપોર્ટર, ૩જી ફેબ્રુઆરી. 

દેશ જ નહિ વિશ્વમાં જાણીતી બનેલી  ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લા કેટલાય સમયથી દયા ઉર્ફે દિશા વાકાણીની શો છોડી રહી છે તેવી જોરદાર અટકળો ઉઠવા પામી છે, ત્યાં વધુ એક કલાકારે પણ શો છોડી દીધો હોવાની વિગતો બહાર આવી છે. આ કલાકાર બીજું કોઈ નહિ પણ  ‘ટપ્પુ સેના’ની મેમ્બર સોનુ ભીડે ઉર્ફે  નિધિ ભાનુશાળી. શો છોડવા માટેનું મુખ્ય કારણ છે કે કે નિધિ ભણવાનું પૂરું કરવા માટે શોને બાય-બાય કરવાની છે. 

નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને ભણવામાં હોંશિયાર છે. નિધિ ભણતર પર ધ્યાન આપવા માગે છે જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે. હાલ પ્રોડક્શન હાઉસ તો નિધિને રિલેક્સેશન આપવાના મૂડમાં છે.  પ્રોડક્શન હાઉસ નિધિને શૂટિંગ માટે ઓછી વખત બોલાવે છે જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. તેમ છતાં નિધિ શો છોડવાના નિર્ણય પર અટલ છે.

તો બીજીબાજુ દિશા વાકાની અંગે સસ્પેન્સ છે, તે નહિ જોડાય તો નવી અભિનેત્રી લેવાની તૈયારી

દયા ઉર્ફે દિશા વાકાની છેલ્લા એક વર્ષથી પ્રેગનન્સી લીવ પર છે. તેણી દીકરી એક વર્ષની થઇ ગઈ છે. છતાં તે શો માં જોડાઈ નથી. તેના શો માં ન જોડવા માટે  વધુ મહેનતાણાની માંગ ન સ્વીકારવાને કારણ માનવામાં આવે છે. દિશાના મહેનતાણા અંગે વહેતા થયેલા રિપોર્ટ્સ વિશે આસિત મોદીએ કહ્યું, “દિશા સાથે નાણાકીય બાબતે કોઈ ઝઘડો નથી. મારી ટીમ સતત તેના સંપર્કમાં છે અને અમે સહમતિથી નિર્ણય કરીશું. અમે હજુ પણ તેના પરત આવવાની રાહ જોઈએ છે પરંતુ હવે થોડા સમયમાં દિશા કોઈ નિર્ણય નહીં લે તો અમારે તેના બદલે કોઈ બીજી એક્ટ્રેસને લેવી પડશે. હું માનું છું કે કોઈ એક્ટર શો કરતાં વધુ મોટો નથી હોતો. શોને સફળ બનાવવા દરેકે પ્રોફેશનલી કામ કરવું પડે છે.”

Leave a Reply