મણિનગરમાં માતા-કાકાની હત્યા કરી 2 દિવસ લાશ સાથે રહ્યા બાદ પુત્રે આપઘાતનો પ્રયાસ કર્યો, હાલત ગંભીર

www.mrreporter.in

ક્રાઈમ-અમદાવાદ, મી.રિપોર્ટર, ૧૯મી ઓગસ્ટ. 

મણિનગરમાં એક પુત્રે માતા અને કાકાની ગળેફાંસો આપી હત્યા કરી બે દિવસ તેમની લાશ સાથે વિતાવ્યા બાદ આત્મહત્યા કરવાના ત્રણ વખત પ્રયાસ કર્યા હતા. જોકે તેમ છતાં તેને મોત ન આવતાં તેણે અંતે પોતાના શરીર પર ચપ્પાના ઘા ઝીંકી મરવાનો પ્રયાસ કર્યો હતો,  સમગ્ર ઘટના અંગે ઈસનપુર પોલીસે યુવક સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

મણિનગરની સુમન સજની સોસાયટીમાં રહેતા રજની પંડ્યાનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયા બાદ તેમની પત્ની વંદનાબેન પોતાના પુત્ર વરુણ તથા રજનીભાઈના ભાઈ અમૂલ પંડ્યા સાથે રહેતાં હતાં. અમૂલભાઈ મ્યુનિ.માં ફરજ પરથી નિવૃત્ત થયા હતા, જ્યારે વરુણ પંડ્યા કોઈ કામધંધો કરતો ન હતો. કોઈક કારણોસર વરુણ પંડ્યાએ બે દિવસ પહેલાં તેની માતા વંદનાબેન કાકા અમૂલ પંડ્યા બંનેને ગળેફાંસો આપી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ છેલ્લા બે દિવસથી વરુણ ઘરમાં બંને લાશની સાથે રહ્યો હતો. 

જોકે બે દિવસ બાદ વરુણે પોતાના ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે  પંખો તેના વજનને કારણે નીચે પડતાં તે ફરી બચી ગયો હતો. ત્યાર બાદ વરુણે ઘરમાં ચપ્પુ વડે પોતાની જાતને ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેના એક સંબંધીએ પોલીસ ને જાણ કરતાં પોલીસે વરુણને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો  હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ અંગે ઈસનપુર પોલીસે વરુણ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

Leave a Reply