વડોદરાની કેટલીક હોસ્પિટલો દર્દીના સગા પાસે એક ની સામે પાંચ-પાંચ રેમડેસિવિર ઇન્જેક્શનો બહાર થી મંગાવીને લુંટી રહ્યા છે, રેમડેસિવિર ઇન્જેક્શનોની અછત ? રૂપિયા ૧૬૦૦ ના ઇન્જેક્શનના 8 થી 10 હજાર લેવાય છે, કાળાબજારીને રોકવા તંત્ર નિષ્ફળ

www.mrreporter.in
Spread the love

હેલ્થ-વડોદરા, મી.રિપોર્ટર, ૮મી એપ્રિલ.

કોરોના વિસ્ફોટના પગલે વડોદરા શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનોની અછત ઉભી થઇ છે. રેમડેસિવિર ઇન્જેક્શનની ખરેખર અછત છે કે, જાણી જોઈ ને તે અછત ઉભી કરવામાં આવી છે ? તે તો તંત્ર જાણે. પરંતુ રેમડેસિવિર ઇન્જેક્શનોની અછતનો ફાયદો લઈને હવે વડોદરા શહેરની કેટલીક હોસ્પિટલ અને મેડીકલ સ્ટોરના સંચાલકો રેમડેસિવિર ઇન્જેક્શન કે જેની સત્તાવાર કિમત રૂપિયા ૧૬૦૦ થી ૧૭૦૦ ની વચ્ચે છે, તેની રૂપિયા ૮ હજાર થી ૧૦ હજાર લઈને ઉઘાડી લૂંટ કરવાની સાથે ખુલ્લેઆમ કાળાબજારી કરી રહ્યા છે, જયારે તંત્ર ચુપચાપ  બેસી રહેતા અને કાળાબજારીને રોકવામાં નિષ્ફળ નીવડતા  લોકોમાં ભારે નારાજગી છવાઈ ગઈ છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- ૩ માં જોડાવા માટેની લીંક : https://chat.whatsapp.com/LQOdPzehxADEqaDY3Xl2GQ

તો બીજી બાજુ લોકો પોતાના સ્વજન ને બચાવવા માટે ઉચી કિમત આપી ને બ્લેકમાં પણ ખરીદવા માટે મજબુર બન્યા છે. આ સત્ય હકીકત થી તંત્ર પણ વાકેફ છે, એટલે જ લોકોનો રોષ ફાટી ન નીકળે તે માટે અવાર-નવાર સ્ટોક હોવાની તેમજ હોસ્પિટલ – મેડીકલ સ્ટોરવાળા ને પણ નિયત કિમત થી વધુ ન લેવાની પણ ચેતવણી આપી રહ્યા છે. જોકે તંત્ર ની ચેતવણી ની કોઈ અસર કેટલીક હોસ્પિટલ – મેડીકલ સ્ટોરવાળા ને થતી નથી. તે હાલમાં આવેલી આફત ને પોતાના ફાયદા માટે વાપરી રહ્યા છે અને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. 

હોસ્પિટલ વાળા હવે દર્દીના સગા પાસે એક ની સામે પાંચ- પાંચ રેમડેસિવિર ઇન્જેક્શનો મંગાવીને લુંટી રહ્યા છે 

વડોદરા શહેરની કેટલીક કોવિડ હોસ્પિટલો કોવીડ પેશન્ટ તરીકે દાખલ થયેલા દર્દીઓના પરિવારજનો ને વારંવાર ફોન કરીને રેમડેસિવિર ઇન્જેક્શનો હોસ્પીટલની બહાર થી મંગાવી રહ્યા છે. જ્યાં એક રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે ત્યાં તેમની પાસે પાંચ પાંચ રેમડેસિવિર ઇન્જેક્શનો મંગાવીને ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. તો બીજીબાજુ ખુદ તંત્રે જ વડોદરા ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસીયેનને મેડીકલ સ્ટોર ને ન આપવા અને હોસ્પિટલને જ આપવા માટે આદેશ આપી રહ્યા છે. જેના લીધે પણ ઓછા સ્ટોક નું કારણ આગળ ધરી ને માલ જ નથી તેવું કારણ ધરી ને કેટલીક મેડીકલની દુકાનોના માલિકો માનવતા નેવે મૂકી ને કોવિડ દર્દી અને તેમને પરિવાજનોને આથિક ને માનસિક રીતે લુંટી રહ્યા છે. 

શહેરના એક આરોગ્ય અધિકારીનું ધ્યાન દોરતા તેમણે મીટીંગ નું બહાનું આગળ ધર્યું

રેમડેસિવિર ઇન્જેક્શનો કેટલીક હોસ્પિટલના સંચાલકો હવે કોવીડના દર્દી અને તેમના પરિવારજનો ને હોસ્પીટલમાં સ્ટોક નથી અને તબિયત ખરાબ છે તેમ કહી ને પ્રિસ્ક્રીપ્શન લખી આપી ને રેમડેસિવિર ઇન્જેક્શનો બહાર થી મંગાવી રહ્યા છે. આ બાબત મિ.રિપોર્ટર ને ધ્યાનમાં આવતા તેમણે શહેરના એક આરોગ્ય અધિકારીનું સબૂતો સાથે ધ્યાન દોરતા તેમણે મીટીંગ નું બહાનું આગળ ધરીને યોગ્ય કાર્યવાહી કરવાની ટાળી હતી. તંત્ર હોસ્પિટલો સામે કડક પગલા લેતી ન હોવાથી મહામારી નો ભોગ બનેલા દર્દી અને તેમના પરિવારજનોની આથિક હાલત પણ વધુ કફોડી બની ગઈ છે.