IPLની પાર્ટીમાં કેટલાક અભિનેતાઓ અને ક્રિકેટરની પત્નીઓ પણ ડ્રગ્સનું સેવન કરે છે : અભિનેત્રી શર્લિન ચોપરાનો દાવો

www.mrreporter.in

ક્રિકેટરો-સુપરસ્ટાર્સની પત્નીઓ વૉશરૂમમાં કોકેઇન લેતી હતી: શર્લિન ચોપરા

બૉલીવુડ- મુંબઈ, મી.રિપોર્ટર, 25મી સપ્ટેમ્બર. 

બૉલીવુડ  સ્ટાર સુશાંત સિંહ  રાજપૂત ના મોત કેસ ની તપાસમાં ડ્ર્ગ્સ ની સંડોવણી  બહાર આવતાં  જ  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ ઝીણવટભરી  તપાસ  આરંભી હતી. જેમાં ડ્ર્ગ્સ ની ખરીદ-વેચાણ અને ઉપયોગના તાર બોલિવૂડ પછી હવે ટીવી ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટજગત સુધી સંકળાયેલા હોવાનું મનાય છે. અભિનેત્રી શર્લિન ચોપરાએ એક ખાનગી ટીવી ચેનલ પર  દાવો કરતાં જણાવ્યું  છે કે, કે બોલિવૂડની IPL ની પાર્ટીમાં કેટલાક અભિનેતાઓ અને ક્રિકેટરોની પત્નીઓ પણ ડ્રગ્સનું સેવન કરે છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

www.mrreporter.in

 

અભિનેત્રી શર્લિન ચોપરાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો દાવો કરતાં કહ્યું છે કે એકવાર હું પણ કોલકાતામાં આઈપીએલ ટૂર્નામેન્ટમાં કેકેઆરની મેચ જોવા ગઈ હતી. એ મેચની આફ્ટર પાર્ટીમાં હું પણ હતી. ત્યાં મેં બહુ જ ડાન્સ કર્યો હતો, જેથી થાકીને ફ્રેશન થવા વૉશરૂમમાં ગઈ. ત્યાં મેં જે દૃશ્ય જોયું, એ જોઈને હું દંગ થઈ ગઈ હતી. વૉશરૂમમાં આપણા ક્રિકેટરો અને સુપરસ્ટારની પત્ની કોકેઈનનું સેવન કરી રહ્યાં હતાં. તેઓ મને જોઈને હસી અને હું પણ તેમને સ્માઈલ આપીને ત્યાંથી જતી રહી હતી.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.