મોટાભાગના ગુજરાતી લોકોની સવાર સ્માર્ટ ફોનમાં વોટ્સએપ ચેક કરવા સાથે પડે છે :  4,૦૦૦ લોકોને પ્રશ્નો પૂછયા 

અમદાવાદ, ૭મી નવેમ્બર. 

વિશ્વમાં  સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે.  સોશિયલ મીડિયાના વધેલા  ક્રેઝના પગલે લોકોના સબંધોમાં તિરાડ પડી રહી છે. લોકો સોશિયલ મીડિયાના ચલણને પગલે એકબીજાને વ્યક્તિગત મળવાને બદલે ચેટ દ્વારા જ સબંધોને કૃત્રિમતા આપી રહ્યા છે.  તાજેતરમાં વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, twitter સહિતના પ્લેટફોર્મ પર ગુજરાતીઓની ભૂમિકા કેવી છે તે વિશે એક રસપ્રદ સર્વે થયો છે. 

તાજેતરમાં જ રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચના સંયુક્ત ઉપક્રમે 4,૦૦૦ લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમની સાથે થયેલાં સંવાદમાં બહાર આવેલા તારણમાં બહાર આવ્યું છે કે, 21 થી 30 વર્ષની વયના 55 ટકા ગુજરાતીઓ સરેરાશ 7 કલાક સ્માર્ટ ફોન પર ઓનલાઈન રહે છે. જ્યારે સોશિયલ મીડિયા સાઈટસ એક્સેસ કરી શકાય નહીં એટલે કે નેટ બંધ થઇ જાય તો 20 ટકાએ ગુસ્સે થતા હોવાનું અને 14 ટકાએ નર્વસ થઇ જાય છે. 

14 ટકા લોકોને નિયમિત ફોન ચેક ન થાય તો ચિંતા થાય છે, જયારે  21 ટકા  લોકો ગુસ્સે ભરાય છે 

‘રિસ્ક એનાલિસીસ ઓફ સોશિયલ મીડિયા ઓબ્સેશન ઈન ગુજરાત’ વિષય પરના સર્વેમાં રસપ્રદ તારણો બહાર આવ્યા છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના આર એન્ડ ડીના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડૉ.પ્રિયંકા શર્માએ કહ્યું કે જો નિયમિત ફોન ચેક થાય નહીં તો 14 ટકાએ ચિંતા થતી હોવાનું અને 21 ટકાએ ગુસ્સો આવી જતો હોવાનું સ્વીકાર્યું હતું. ચિંતા હોય ત્યારે મોટાભાગના લોકો ઓનલાઈન રહેવાનું પસંદ કરે છે, 31 થી 40 વર્ષની વયજૂથના 23 ટકા તથા 11 થી 20 વર્ષની વયજૂથના 7 ટકા લોકો સરેરાશ 7 કલાક જેવો સમયગાળો ઓનલાઈન ગાળે છે.

સોશિયલ મીડિયા વિશે ગુજરાતીઓના સંવાદ બાદ આવેલ  સર્વેના રસપ્રદ તારણો..

 •  53 ટકાએ કહ્યું કે તેઓ રોજ સેલ્ફી ક્લિક કરે છે અને તેને ઓનલાઈન પોસ્ટ પણ કરે છે.
 • સેલ્ફી ક્લિક અને ઓનલાઈન રહેતા હોવાનું 50 ટકા પુરુષો અને 58 ટકા મહિલાઓએ સ્વીકાર્યું.
 •  440 પુરુષોએ અને 511 મહિલાઓએ સ્વીકાર્યું કે તેઓ રોજ ત્રણથી પાંચ સેલ્ફી ખેંચે છે.
 •  4૦ ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ તેમના સંતાનોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર ધ્યાન રાખે છે.
 •  7 ટકા લોકો સોશિયલ મીડિયાની સાઈટ પર ઓનલાઈન ગેમિંગ રમે છે.
 •  9.6 ટકાએ એવું પણ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયાની સાઈટસ ઉપલબ્ધ ન હોય ત્યારે તેઓ સારી લાગણી અનુભવે છે.
 •  નિયમિત ફોટા અને સેલ્ફી પોસ્ટ કરતા હોય તેની સંખ્યા 22 ટકા છે.
 • જયારે દિવસમાં પાંચ વખત પોસ્ટ કરતા હોય તેની સંખ્યા 5 ટકા છે.
 •  11 થી 20 વર્ષની વયના 10 ટકાએ સ્વીકાર્યું કે તેઓ સેલ્ફી સોશિયલ નેટર્વિંકગ સાઈટ પર શેર કરે છે.
 •  21 થી 30 વર્ષના 42 ટકા, 31 થી 40 વર્ષના 26 ટકા અને 41 થી 50 વર્ષના 11 ટકા લોકો સેલ્ફી શેર કરે છે.
 • 50 વર્ષ કરતાં વધુ વયના ખૂબ ઓછા લોકોએ સેલ્ફી શેર કરે છે. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: