વડોદરામાં 15 થી 17 ફેબ્રુઆરીમાં છઠ્ઠા મેગા ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન એન્જિએક્સપો 2020 યોજાશે : 10,000થી વધુ પ્રોડક્ટ ડિસ્પ્લે, 300થી વધુ સ્ટોલ એક પ્લેટફોર્મ ઉપર જોવા મળશે

Sixth Mega Industrial Exhibition Enginexpo 2020 to be held in Vadodara from February 15 to 17: over 10,000 product displays, over 300 stalls will be seen on one platform
Spread the love

અંશુયા લેપ્રસી ગ્રાઉન્ડ, સરદાર એસ્ટેટ સામે, આજવા રોડ ખાતે યોજાનારા એન્જિએક્સપોમાં ભારતમાંથી 50,000થી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે 

બિઝનેશ- વડોદરા, મી.રીપોર્ટર.

દેશમાં નાના મોટા ઉદ્યોગો માટે વર્ષ 2020 આશા નું કિરણ લઇ ને આવ્યું છે. ઉદ્યોગકારોના આશાના કિરણ ને બીઝનેસમાં રૂપાંતરિત કરવા માટે વડોદરામાં 15થી17 ફેબ્રુઆરી 2020 દરમિયાન છઠ્ઠા એન્જિએક્સપો યોજાઇ રહ્યો છે. આ એક્સપોમાં વિવિધ લોન્ચ, રજૂઆતોની સાથે-સાથે ભાવિ ટેક્નોલોજી જોવા મળશે. મેન્યુફેક્ચરર માટે આ વર્ષના એક્સોપનું પરિણામ પણ મહત્વપૂર્ણ છે, જેઓ તેમના વેચાણમાં ઘટાડો સરભર થવાની આશા છે. ખાસ કરીને ત્રણ દિવસ યોજાનારા આ એક્સપોમાં સમગ્ર ભારતમાંથી 50,000થી વધુ મુલાકાતીઓ, 10,000થી વધુ પ્રોડક્ટ ડિસ્પ્લે અને 300થી વધુ સ્ટોલ જોવા મળશે. આ એક્ઝિબિશનને નાના ઉદ્યોગકારો સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાત લઇ શકશે. 

વડોદરાના આજવા રોડ ખાતે સરદાર એસ્ટેટ સામેના અંશુયા લેપ્રસી ગ્રાઉન્ડમાં યોજાનારા એન્જિએક્સપો અંગે માહિતી આપતા એન્જિએકસપોના CEO કમ પાર્ટનર અંબાલાલ ભંડારકર જણાવ્યું હતું કે, રાજકોટમાં એન્જિએક્સપો 2019ના સફળ આયોજન બાદ એન્જિએક્સપો 2020 એક્ઝિબિટર્સ અને ટ્રેડ-ફેર ક્ષેત્રે પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. ઉદ્યોગોના જબરદસ્ત અને પ્રતિસાદ સાથે સતત સફળતા હાંસલ કરનાર એન્જિએક્સપો એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રી માટે સમગ્ર વેલ્યુ ચેઇન પ્રદર્શિત કરવા બાબતે રાષ્ટ્રીય સ્તરે ઓળખ હાંસલ કરી રહ્યો છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગોના મજબૂત સહયોગ સાથે આ સતત છઠ્ઠી અને સફળ મેગા ઇવેન્ટ સાથે એન્જિએક્સપો કેન્દ્રિત અભિગમ સાથે એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝ માટે સમગ્ર વેલ્યુ ચેઇનના પ્રદર્શન બાબતે રાષ્ટ્રીય સ્તરે ઓળખ હાંસલ કરી રહ્યો છે. પાંચમાં મેગા એન્જિએક્સપોમાં સમગ્ર ભારતમાંથી 300થી વધુ એક્ઝિબિટર્સ-સહભાગીઓ તથા હજારો બિઝનેસ વિઝિટર્સે એન્જિએક્સપોને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્ઝિબિશન બનાવવા માટે મજબૂત વૃદ્ધિના માર્ગનું નિર્માણ કર્યું છે.

FSSI ના પ્રમુખ ધનકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે,  વડોદરામાં FSSI ના ૭૦૦ થી વધુ મેમ્બર છે. ત્રણ દિવસના મેગા એન્જિએક્સપોનું ઉદ્ઘાટન વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ કરવાના છે. એન્જિએક્સપો 50 હજાર ચોરસ મીટર વિસ્તારમાં યોજાશે. 7 બિઝનેસ કેટેગરીના ડોમ ઉપલબ્ધ રહેશે, 9 ચોરસ મીટરથી 72 ચોરસ મીટરના 300 સ્ટોલ રહેશે, ભારતીય સાથે વિદેશી મુલાકાતીઓ આવશે તથા રજીસ્ટ્રેશન બાદ વિનામૂલ્યે એન્ટ્રી મેળવી શકાશે. ત્રણ દિવસમાં 65 ટકા ચીજો બુક થઇ જશે.

વડોદરા ઉપરાંત ગુજરાત અને દેશભરમાંથી આવતા નાના ઉદ્યોગકારોના વિવિધ ઉદ્યોગો અને તેની લેટેસ્ટ ટેકનોલોજીઓ જોવા મળશે. આ મેગા એન્જિએક્સપો વન૨વન બીઝનેસ પણ ઉદ્યોગકારોને મળશે. ખાસ કરીને એન્જિએક્સપો 2020 એક્ઝિબિશનમાં વેઇંગ, વેલ્ડિંગ, કટિંગ, મશીન ટુલ્સ, પાવર ટુલ, હેન્ડ ટુલ્સ, મટિરિયલ હેન્ડલિંગ, કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સોલર, પ્લાસ્ટિક અને પેકેજિંગ વગેરે જેવી ચીજો એક પ્લેટફોર્મ ઉપર જોવા મળશે. તે આઇટી, ફાઇનાન્સ, હાર્ડવેર પ્રોડક્ટ, એગ્રીકલ્ચર, ઓટો મોબાઇલ એન્ડ પાર્ટ્સ, કાસ્ટિંગ, એર કન્ડિશનિંગ, વેન્ટિલેશન વગેરે માટે કારોબારની તકો પણ પ્રદાન કરશે.

પત્રકાર પરિષદમાં આ ઉપરાંત ઋષિકેશ પુરાણીક (બ્રાન્ચ હેડ, એન્જિએક્સપો) અને  જયદીપ મોદી (સેક્રેટરી, FSSI) ઉપસ્થિત રહ્યા હતા.