17 વર્ષની બ્રાઝીલિયન યુવતીની છેડતીના આરોપમાં સિંગર મીકા સિંહની અટકાયત : દુબઈ પોલીસે કરી કાર્યવાહી

 મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી ડિસેમ્બર.

બોલિવૂડ પરફોર્મેન્સ માટે દુબઈ ગયેલા સિંગર મીકા સિંહની છેડતીના આરોપમાં પોલીસે અટકાયત કરી છે. મીકા પર 17 વર્ષની બ્રાઝીલિયન યુવતી સાથે દુર્વ્યવહાર-છેડતી કરવાનો આરોપ છે.

બોલિવૂડ પરફોર્મેન્સ માટે દુબઈ  ગયેલા મિકા પર આરોપ છે કે બ્રાઝીલિયન યુવતીને આપતિજનક તસવીરો મોકલવાનો આરોપ છે.  17 વર્ષની બ્રાઝીલિયન યુવતીની ફરિયાદ બાદ મીકાની દુબઈ પોલીસે અટકાયત કરી છે. દુબઈના મુરક્કાબાદના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે તેવા મીડિયા રીપોર્ટમાં બહાર આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મીકાનો વિવાદો સાથે જુનો સંબંધ છે. વર્ષ  2006માં રાખી સાવંતને કીસ કરવાનો પણ કેસ થયો હતો.