ઉદ્ધવ સરકારના મંત્રી ધનંજય મુંડે પર સિંગરનો રેપનો આરોપ…કોણ છે મહિલા સિંગર ?

www.mrreporter.in
Spread the love

રાજનીતિ – મુંબઈ, 13મી જાન્યુઆરી.

મહારાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રી અને NCP નેતા ધનંજય મુંડે  પર મુંબઈની એક પ્લેબેક સિંગરે રેપનો આરોપ લગાવ્યો છે અને  નેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે એનસીપી નેતાએ આ આરોપો ને નકારી દીધા છે અને કહ્યું કે આ તેમને બદનામ કરવાની કોશિશ છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં મહિલા સીંગર રેણુ શર્માએ  કહ્યું કે, ‘મારી બહેનના વર્ષ 1998માં ધનંજય મુંડે સાથે પ્રેમ વિવાહ થયા હતા. વર્ષ 2006માં મારી બહેન ડિલિવરી બાદ જ્યારે ઈન્દોર ગઈ હતી ત્યારે તેને ખબર હતી કે હું ઘર પર એકલી છું, અને તે કોઈ પણ જાણ કર્યા વગર રાતે ઘરે આવી ગયો અને મારી ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવ્યો હતો.  શારીરિક સંબંધ બનાવવા દરમિયાન મારો વીડિયો પણ બનાવી લીધો હતો.’  તે પછી અનેકવાર બોલીવુડમાં તક અપાવવાના નામે એનસીપી નેતાએ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.