સિગ્મા ગ્રૂપ દ્વારા યાન્સી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ને વિજ્ઞાન-ટેક્નોલોજી થકી સાકાર કરવા અટલ ટીન્કરિન્ગ લેબનો આરંભ

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન- મી.રિપોર્ટર, 19મી માર્ચ. 

સિગ્મા ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂટ્સ દ્વારા મકરપુરા ખાતે આવેલી સિગ્મા ગ્રૂપની જ યાન્સી-શારદા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની રચનાત્મક, સર્જનાત્મકતા અને કલ્પનાઓને વિજ્ઞાન તેમજ ટેક્નોલોજી થકી  દ્વારા સાકાર થાય તે માટે ” અટલ ટીન્કરિન્ગ લેબ (અટલ લેબ) નો  શુભ આરંભ કર્યો છે.  અટલ લેબ નું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી અંજુ શર્મા દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યું હતું. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

This slideshow requires JavaScript.

” અટલ ટીન્કરિન્ગ લેબ’ ઉદ્ઘાટન પ્રસંગે સિગ્મા ગ્રૂપના ચેરમેન શ્રી ડો. હર્ષ શાહ અને સંસ્થાના સ્થાપક શ્રી શૈલેષભાઈ શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સંસ્થાના સ્થાપક શ્રી શૈલેષભાઈ શાહે સરકારના આ સાહસને ધન્યવાદ આપતા જણાવ્યુ કે , ભારતની તમામ સ્કૂલ અને કોલેજોને આવી વૈચારિક –લેબ્સની ખૂબ જરૂરિયાત છે અને સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રથમ ‘અટલ ટીન્કરિન્ગ લેબ’ ભારત માટે ઇતિહાસ સર્જશે .

સિગ્મા ગ્રૂપના ચેરમેન શ્રી ડો. હર્ષ શાહે મિ .રિપોર્ટર  ન્યુઝ સાથેની વિશેષ વાતચીતમાં અટલ ટીન્કરિન્ગ લેબ ના આરંભ તેમજ આગામી પ્રોજેક્ટ વિષે ચર્ચા કરી હતી. ચેરમેન શ્રી ડો. હર્ષ શાહે  તથા  ચીફ ડેવલોપમેન્ટ ઓફિસર માર્કન્ડ  શુક્લાએ વધુમાં શું કહ્યું તે સાંભળો……

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.