ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે, આ નિર્ણય ને કેવી રીતે જુઓ છો ?

www.mrreporter.in

290એજ્યુકેશન- ગાંધીનગર, મી.રિપોર્ટર. 

રાજ્ય સરકારે ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6 થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાની ભલામણ મળ્યા બાદ તેને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી શૈક્ષણિક  વર્ષ થી લાગુ કરાય તેવી સંભાવના છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગીતા જ્ઞાન આપવા ભલામણ મળ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાની નીચે મુજબ ભલામણો કરી છે. જે આ મુજબ છે. 

1. શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે. જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતો બાળકો ને સમજાય તે રીતે ભણાવવાના રહેશે.

2. ધોરણ 6થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકમાં તથા  ધોરણ 9 થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.

3. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પઠન-પાઠનનો પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ કરાવવામાં આવે તેમજ શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વકૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે.

4. જયારે  ધોરણ 6થી 12 માટેનું સદર સાહિત્ય અને  અધ્યયન સામગ્રી પ્રિન્ટેડ, ઓડિયો-વિઝ્યુઅલ તરીકે આપવામાં આવે.

રાજ્ય સરકારની આ ભલામણો અંગે આપ શું માની રહ્યા છો ? તમારો અભિપ્રાય અમને 7016252800 મોકલી આપો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply