શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથને યુગો સુધી સાચવી રાખવા માટે ટાઇટેનિયમ ધાતુથી કંડારાયોઃ જ્ઞાનજીવનદાસજી સ્વામી

શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથને યુગો સુધી સાચવી રાખવા માટે ટાઇટેનિયમ ધાતુથી કંડારાયોઃ જ્ઞાનજીવનદાસજી સ્વામી

શ્રીહરિચરિત્રામૃત સાગર ટાઈટેનિયમ ગ્રંથને એશિયા બુક ઓફ રેકર્ડ દ્વારા એવોર્ડ મળ્યો હતો : હસ્તલિખિત ગ્રંથની ઊંચાઈ ૪ ફૂટ અને તેનું કુલ વજન ૩૩ કિલો છે : આ મહાકાય ગ્રંથમાં ૧,૦૨,૫૬૪ દોહા-ચોપાઈ-સોરઠા છે.

વડોદરા, મી.રીપોર્ટર, ૩૧મી ઓગસ્ટ. 

શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથ 160 વર્ષ પહેલા લખવામાં આવ્યો હતો. પરંતુ સમય જતા પેપરને ઉધઇ અને ફુગને લઇને નુકસાન થવાનો ભયો હતો. જેથી ગ્રંથના દરેક પેજને કોમ્પ્યુટરમાં સ્કેન કરવામાં આવ્યા હતા. પરંતુ કોમ્પ્યુટરમાં પણ ગમે ત્યારે નાશ થવાનો ભય હતો જેથી શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથને ટાઇટેનિયમની શીટ ઉપર કંડારવામાં આવ્યો હતો. જેથી તેને યુગો સુધી સાચવી શકાય છે…એમ વડોદરા સ્થિત કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પધારેલા પ.પૂ. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું . અત્રે ઉલ્લેનીય છે કે,  તાજેતરમાં જ શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથને ટાઇટેનિયમ ધાતુની શીટ પર અંકિત કરવા બદલ કુંડળધામના પ.પૂ. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપ્ટ એન્ગ્રેવ્ડ ઓન ટાઇટેનિયમ શીટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથને યુગો સુધી સાચવી રાખવા માટે ટાઇટેનિયમ ધાતુથી કંડારાયોઃ જ્ઞાનજીવનદાસજી સ્વામી
શ્રીસ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર રચાયેલ શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથ એ સંપ્રદાયનો મોટામાં મોટો ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં સંત સદ્‌ગુરુ શ્રીઆધારાનંદસ્વામીએ આ મહાકાય ગ્રંથની રચના કરી છે. આ હસ્તલિખિત ગ્રંથની ઊંચાઈ ૪ ફૂટ અને તેનું કુલ વજન ૩૩ કિલો છે. આ મહાકાય ગ્રંથમાં ૧,૦૨,૫૬૪ દોહા-ચોપાઈ-સોરઠા છે. આવા ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન હસ્તપ્રત ગ્રંથનો ડીઝાસ્ટરમાં પણ નાશ ન થાય તેવું દીર્ઘદૃષ્ટિપૂર્વકનું કાર્ય શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરાના સંત પ.પૂ.સદ્‌ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળધામે કર્યું છે. દાવાનળ કે ભૂકંપમાં પણ ક્યારેય નાશ ન પામે એવો ચિરંજીવ કરવા માટે આ ગ્રંથ ટાઇટેનિયમની પ્લેટ ઉપર કંડારવામાં આવ્યો છે.

૧૨x ૬ ઇંચની સાઈઝમાં ટાઇટેનિયમ ધાતુથી કંડાર્યા બાદ ગ્રંથનું વજન 1047 કિલો છે

હિન્દી ભાષામાં લખાયેલો શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથ સ્વામિનાયારણ સંપ્રદાયનો સૌથી મોટો ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં સંત સદગુરૂ શ્રીઆધારાનંદસ્વામીએ આ ગ્રંથની રચના કરી હતી. હસ્તલિખિત શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથને ૧૨x ૬ ઇંચની સાઈઝમાં ટાઈટેનિયમ ધાતુની શીટમાં કંડારવામાં આવ્યો છે. પ્રત્યેક શીટનું અંદાજીત વજન ૧૩૦ ગ્રામ છે અને તેની જાડાઈ ૦.૬૫ એમ.એમ. છે. જેના કુલ પાના ૬૨૦૨ અને પેજ ૧૨,૪૦૪ છે.

આ રીતે ટાઇટેનિયમ ધાતુમાં કંડારાયેલ આ ગ્રંથરાજની કુલ ૩૪ પેટીઓ તૈયાર થઈ છે. જેનું વજન ૧ ટન ઉપરાંત કહેતા ૧૦૪૭ કિલો થયું છે. ભવિષ્યના લોકો લાખો વર્ષો બાદ પણ આ ગ્રંથને વાંચી શકે એવા હેતુથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની આલ્ફાબેટ શીટ બનાવીને પેટીમાં રાખવામાં આવી છે.

વર્ષો સુધી સાચવવાના હેતુથી ગ્રંથને ટાઇટેનિયમ ધાતુથી કંડારાયો

ભવિષ્યમાં હજારો વર્ષો બાદ પણ આ ગ્રંથને વાંચી શકે તે માટે ટાઇટેનિયમ ધાતુની શીટ પર કંડારવામાં આવ્યો છે. જેના માટે સાડા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન હસ્તપ્રત ગ્રંથનો ડીઝાસ્ટરમાં પણ નાશ ન થાય તેવું દીર્ઘદૃષ્ટિપૂર્વકનું કાર્ય શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરાના સંત પ.પૂ.સદ્‌ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળધામે કર્યું છે.

દાવાનળ કે ભૂકંપમાં પણ ક્યારેય નાશ ન પામે એવો ચિરંજીવ કરવા માટે આ ગ્રંથ ટાઇટેનિયમની પ્લેટ ઉપર કંડારવામાં આવ્યો છે. ટાઇટેનિયમ ધાતુનો મેલ્ટીંગ પોઇન્ટ 1670 સેલ્સીયસ તાપમાન છે. જ્યારે બોયલિંગ પોઇન્ટ 3287 સેલ્સીયસ તાપમાન છે. જેથી ગમે તેવી આગ પણ ટાઇટેનિયમ ધાતુથી કંડારાયેલા ગ્રંથને નુકસાન પહોંચાડી શકતી નથી.

 

Leave a Reply