કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રીનું આયોજન થવું જોઈએ ? આપનો અભિપ્રાય શું છે ?

www.mrreporter.in
Spread the love

ધાર્મિક – મી.રિપોર્ટર, ૧૦મી જુલાઈ.

દેશમાં કોરોના મહામારીનો કહેર જારી છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.  જેમાં આજે  એક મોટો ઉછાળો આવ્યો છે.  છેલ્લા 24 કલાકમાં 861 નવા દર્દી નોંધાયા છે અને  15ના મોત થયા છે. તો  429 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 39,280 થયો છે. જ્યારે મૃત્યુઆંક 2010એ પહોંચ્યો છે. તેમજ 27,742 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

This slideshow requires JavaScript.

રાજ્યમાં 4 જુલાઈથી 9 જુલાઈ સુધી એટલે કે 6 દિવસમાં જ 4,594 કેસ નોંધાયા છે અને 104 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 2801 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. કોરોના મહામારીના વચ્ચે આગામી દિવસોમાં દેશમાં તહેવારની સિઝન શરુ થશે. એમાય દેશમાં ગણપતિ ઉત્સવ અને નવરાત્રી મહોત્સવ ભારે ધામધૂમ થી ઉજવાય છે. પરંતુ દેશમાં છેલ્લા ચાર મહિના થી કોરોના વાઈરસની મહામારીનો આતંક જારી છે, તેવા સંજોગોમાં સાર્વજનિક ગણપતિ ઉત્સવ અને નવરાત્રી મહોત્સવનું આયોજન અને ઉજવણી શક્ય નથી. આ બંને તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે.  લોકો મોટી સંખ્યમાં ભેગા થતા હોઈ ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. પરિણામે કોરોનાનું સંક્રમણ વધે તેવી પુરેપુરી શક્યતા રહેલી છે. આ ખતરાને જોતા મી.રિપોર્ટર ટીમ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં નવરાત્રી અને ગણપતિ મહોત્સવનું આયોજન થવું જોઈએ ? આ પ્રશ્નનો જવાબ હા કે ના દ્વારા અમને આપી શકો છે. આ અમારા Whatsapp No : 7016252800 પર પણ કોમેન્ટ કરીને આપી શકો છો. 

[Total_Soft_Poll id=”6″]

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.