સોની પરિવારના સામુહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો : જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂ.ખંખેર્યા

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ- વડોદરા, મી.રિપોર્ટર, 4થી માર્ચ.

શહેરના સમા વિસ્તારમાં રહેતાં અને આર્થિક સંકડામણ બાદ સોની પરિવારના 6 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો હતો. હવે સામુહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સોની પરિવાર પાસેથી જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂ.ખંખેર્યા હતા. આર્થિક ભીંસ અને નાણાં પરત નહીં મળતાં સોની પરિવારે આપઘાત કરતાં ત્રણ પરિવારે જીવ ગુમાવ્યો હતો, જ્યારે પરિવારના બે સભ્યોની હાલત હજુ ગંભીર છે. પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધી ને અમદાવાદ-વડોદરાનાં 9 જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા પુત્ર ભાવિને પોલીસ ને જણાવ્યું હતું કે, જ્યોતિષીઓનાં ચક્કરમાં પરિવાર ફસાઈ ગયો હતો. જ્યોતિષીઓએ પરિવાર પાસેથી વિધિ અને સોલ્યુશન આપવાના નામે રૂપિયા 32 લાખ રૂ.ખંખેર્યા હતા. જોકે આર્થિક સંકડામણ ઓછી થવાનાં બદલે વધી ગઈ હતી. નાણાં ફસાતાં પરિવારે સામુહિક આપઘાતનો નિર્ણય કર્યો હતો.

પોલીસ તપાસમાં વધુ બહાર આવ્યું હતું કે, નાણાં ભીંસ વધતાં જ સામુહિક આપઘાતનો નિર્ણય પરિવારનાં મોભી નરેન્દ્ર સોનીએ કર્યો હતો. 4 વર્ષનાં પૌત્રને દાદા નરેન્દ્ર સોનીએ દવા પીવડાવી હતી. પૌત્ર ના મોત અંગે મૃતક નરેન્દ્ર સોની સામે પણ હત્યાનો ગુનો પોલીસે નોંધ્યો છે.

પોલીસે પુત્ર ભાવિન સાથેની વાતચીત બાદ જણાવ્યું હતું કે, મૃતક નરેન્દ્ર સોની સામુહિક આપઘાત નિર્ણય કર્યા બાદ સ્યુસાઇડ નોટ લખી હતી. સોની પરિવાર પાસેથી ચાર પાનાની સ્યુસાઇડ નોટ મળી છે. સ્યુસાઇડ નોટને એફએસએલમાં વધુ તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.