111 વર્ષ પછી અંગારકયોગમાં શિવરાત્રિ ઊજવાશે, શિવરાત્રિએ પૂજા માટે શુભ મુહૂર્ત ક્યાં છે ?

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રો ગુરુ – મી.રિપોર્ટર, 10મી માર્ચ. 

દેશમાં 11મી  માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે અંગારકયોગ બની રહ્યો છે. વૃષભ રાશિમાં મંગળ અને રાહુ એકસાથે સ્થિત છે. જ્યારે આ બે ગ્રહ એક જ રાશિમાં હોય છે, ત્યારે અંગારકયોગ બને છે. 2021થી 111 વર્ષ પહેલાં 1910માં 9 માર્ચના રોજ અંગારકયોગ સાથે શિવરાત્રિ ઊજવવામાં આવી હતી.

હવે 111 વર્ષ બાદ અંગારકયોગમાં શિવરાત્રિ ઊજવાશે. આ અંગારકયોગમાં શિવરાત્રિની ઉજવણી અને પૂજા કેવી રીતે કરશો ? અમે આજે તેની સંપૂર્ણ માહિતી આપીશું. આ નીચે આપેલી માહિતી મુજબ પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે અને તેમની કૃપા- આશીર્વાદ મળશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શિવરાત્રિએ પૂજા માટે શુભ મુહૂર્ત 

  1.  સવારે 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી
  2.  સવારે 10.30 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી
  3. સાંજે 4.30 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી

1. શિવરાત્રિએ સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં કે કોઈ અન્ય મંદિરમાં શિવપૂજા કરવાનો અને વ્રત કરવાનો સંકલ્પ લો.

2. આખો દિવસ વ્રત રાખવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્રજાપ ઓછામાં ઓછા 108 વાર કરો. જે લોકો આખો દિવસ ઉપવાસ કરી શકે નહીં તો તેઓ દૂધ, ફળ અને ફળના રસનું સેવન કરી શકે છે.

3. સાંજે સૂર્યાસ્ત પહેલાં ફરીથી સ્નાન કરો. કોઈ મંદિરમાં કે ઘરમાં જ શિવલિંગની પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલા શ્રી ગણેશનું ધ્યાન કરો અને પૂજાની શરૂઆત કરો.

4. પૂજા કરતી સમયે પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખશો તો સારું રહેશે.

5. પૂજામાં શુદ્ધ જળમાં થોડું ગંગાજળ મિક્સ કરો અને શિવલિંગનો અભિષેક કરો.

6. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવો અને એનાથી શિવલિંગનો અભિષેક કરો.

7. પંચામૃત પછી સાફ જળથી અભિષેક કરો. એ પછી શિવલિંગ પર ચંદન, ફૂલ, બીલીપાન, ધતૂરો, સુગંધિત સામગ્રી અને સીઝનલ ફળ ચઢાવો, સાથે જ ગણેશજી અને દેવી પાર્વતીની પણ પૂજા કરો. તેમને પણ વસ્ત્ર, ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો.

8. દેવી-દેવતાઓ સામે ધૂપ-દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવો.

9. ઓમ ગં ગણપતયૈ નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગૌર્ય નમઃ મંત્રનો જાપ કરો.

10.કપૂર પ્રગટાવીને આરતી કરો. એ પછી ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલો માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.