વડોદરામાં શિવમ પેટ્રો કેમિકલ્સમાં ભીષણ આગ લાગી, 5 કર્મચારી દાઝ્યા, જુઓ આગ નો વિકરાળ વિડીયો

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ-વડોદરા,મી.રિપોર્ટર,19મી માર્ચ.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલ શિવમ ઈન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાર્માસ્યુટિકલ પાવડરનું ઉત્પાદન કરતી કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન રીએક્ટરમાં પ્રેશર વધી જતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કંપનીમાં રીએક્ટરમાં ધડાકો થયાનો અવાજ આઠ કિલોમીટર દુર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ટોળે વળ્યાં હતાં. સાવચેતી ના પગલાં રૂપે આગ લાગેલ કંપનીની આજુબાજુના ખેતરોમાં વસવાટ કરતાઓને ખસેડાયા હતાં.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

www.mrreporter.in

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે વહેલી સવારે 5 થી 5.30 વાગ્યાના સુમારે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં ચોથા માળે કામ કરી રહેલા ગોલુભાઇ, ગીરીશભાઈ, સિરાજુદ્દીન અને સુજીતભાઈ તેમજ અમરેન્દ્ર અને રામકૃષ્ણ મળી છ જેટલા કર્મચારીઓને દાઝી જવાથી ઈજા પહોંચી હતી.ઇજાગ્રસ્તો પૈકી ચાર કર્મચારીઓને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામાન્ય ઈજા પામેલ અમરેન્દ્ર અને રામકૃષ્ણને સાવલી જમનોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ને રજા આપી દેવામાં આવી હતી. આ બનાવને પગલે વડોદરા સાવલી રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.