સુરેશ પટેલ પરિવાર દ્વારા હરણીમાં શિવ કથાનું આયોજન : શિવ ભક્ત પૂ. શ્રી ગિરિબાપુ કથાનું રસપાન કરાવશે

સ્વ. ધુળાભાઇ મોતીભાઇ પટેલ (મોટા)ના સ્મરણાર્થે આયોજન

ધાર્મિક- મી.રીપોર્ટર, વડોદરા,૨૭મી ઓક્ટોબર. 

હરણીના સુરેશભાઇ પટેલ દ્વારા તેમના પિતા અને પ્રખંડ શિવભક્ત સ્વ. ધુળાભાઇ મોતીભાઇ પટેલ (મોટા)ના સ્મરણાર્થે વડોદરામાં પ્રથમ વખત પરમ શિવભક્ત પ. પૂ. શ્રી ગિરિબાપુના સાનિધ્યમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવકથામાં શિવ ઉપાસક અને કથાકાર શ્રી ગિરિબાપુ વ્યાસપીઠ ઉપર બિરાજી કથાનું રસપાન કરાવશે.

તા. ૩૦મી ઓક્ટોબર ૨૦૧૯ને બુધવારના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે સુરેશ પટેલના નિવાસ્થાન રજત વિલા, મોતીભાઇ પટેલ સર્કલ પાસે, હરણીથી પોથીયાત્રા નીકળશે જે કથા સ્થળ શિવાન્તા ફાર્મ, મોટનાથ મહાદેવ મંદિરની પાસે હરણી ખાતે જશે. તે દિવસે બપોરે ૨.૩૦ કલાકે પૂજનીય સંતોની હાજરીમાં મંગલદીપ પ્રાગટય સાથે કથાનો પ્રારંભ કરવામાં
આવશે.

તા. ૩૦મી ઓક્ટોબરથી તા. ૪ નવેમ્બર ૨૦૧૯ દરમિયાન બપોરે ૨૦.૩૦થી ૫.૩૦ કલાક દરમિયાન પ. પૂ. શ્રી ગિરિબાપુ કથાનું રસપાન કરાવશે. જ્યારે કથાના અંતિમ દિવસે તા. ૫મી નવેમ્બર ૨૦૧૯ના રોજ કથાનો સમય સવારે ૯થી બપોરે ૧૨ કલાકનો રહેશે. તા. ૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ સતીપ્રાગજ્ઞાય અને તા. ૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ શિવવિવાહનો પ્રસંગ યોજવામાં આવશે. પરમ શિવભક્ત પ. પૂ. શ્રી ગિરિબાપુના કંઠે શિવકથાનો લાભ લેવા શહેરના તમામ શિવ ભક્તોને સુરેશ પટેલ પરિવાર તરફથી ભાવભીનુ આમંત્રણ પાઠવવામાં આવે છે.

કથા અંગેની માહિતી આપતા આયોજક સુરેશ ધુળાભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા સ્વ. ધુળાભાઇ મોતિભાઇ પટેલ (મોટા) પ્રખર શિવભક્ત હતાં. તેઓ દેવલોક પામ્યા ત્યાં સુધી દરરોજ હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જતાં હતા. તેટલું જ નહીં ભગવાન શિવની ઉપાસનાના માસ એવા શ્રાવણ માસમાં તેઓ ઘરેથી ખુલ્લા પગે ચાલતા રોજ મોટનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જતાં હતા. તે સમયથી અમારા પરિવાર દ્વારા હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવના મંદિરની ઘણી જવાબદારી નિભાવવામાં આવે છે.

-ઃ કથા સ્થળની વિષેશતાઓ –

– કથા માટે ૧ લાખ ચોરસ ફૂટથી વધુ મોટી જગ્યામાં ડોમ બનાવવામાં આવ્યો છે.

– ૨૫ હજારથી વધારે લોકો બેસી શકે તેવી ખુરશી અને ગાદલા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.

– શિવ ભક્તોને પાર્કિંગમાં મુશ્કેલ ન પડે તે માટે આસપાસ ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

– કથા સ્થળ પર કોઇને પણ પ. પૂ. શ્રી ગિરિબાપુને નિહાળવામાં મુશ્કેલી ન પડે તે માટે ૧૦થી વધુ એલઇડી સ્ક્રીન મુકવામાં આવનાર છે.

– સંપૂર્ણ કથા સ્થળને સીસીટીવીથી સજજ કરવામાં આવ્યું છે.

– કથા સ્થળ પર શિવ ભક્તો માટે પગરખા રાખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

– કથા સ્થળ ખાતે શિવ ભક્તો માટે પીવાના પાણીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply