મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી ડિસેમ્બર.

સોશિયલ મીડિયાની ખરાબ અને સારી બંને બાજુ છે. આમાંથી આપણે કઈ બાજુનો ઉપયોગ કરવો તે આપણને વધુ ખબર છે. જોકે મોટાભાગના યુવાનો તેનો મસ્તીમાં પણ ગેરઉપયોગ કરે છે. પણ એવા પણ યુવાનો છે કે, જેઓ સોશિયલ મીડિયા થકી પોતાના સ્કૂલ અને કોલેજમાં સાથે ભણેલાં દોસ્તોને શોધી કાઢે છે. આવો જ એક પ્રયાસ અમદાવાદની જાણીતી શેઠ સી.એન.વિદ્યાલયમાં ૨૫ વર્ષ પહેલાં એટલેકે વર્ષ ૧૯૯૩માં SSC અને વર્ષ ૧૯૯૫માં HSC માં સાથે ભણનારા તેમજ એક જ વર્ગખંડ અને પાટલી બેસનારા  ૧૦૦થી વધુ વિદ્યાર્થી-મિત્રો તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એકત્રિત થયા.

This slideshow requires JavaScript.

એટલું જ નહિ પણ તેઓ સ્કૂલમાં કરેલી નિર્દોષ મસ્તી, ધીંગામસ્તી ને લેશન ન લાવે તો શિક્ષકો તરફથી મળતી શિક્ષા, સ્કૂલની ડિસીપ્લીન, સ્કૂલનું વિશાળ મેદાન, આલ્હાદક વાતાવરણ સહિતની બાબતો અને તે વેળાને ભેગા મળીને વાગોળી હતી. વાતોને વાગોળતા અને વર્ષો બાદ એકબીજાને પરિવાર સાથે જોઇને આંખમાંથી અશ્રુઓ પણ વહી પડ્યા હતા.  એકબીજા સાથે વિતાવેલી ક્ષણને વર્ષો બાદ એકત્રિત થઇને મનોરંજન સાથે માણવાની સાથે મિત્રોએ પોતાને  ભણાવનારા શિક્ષકોનું બહુમાન કર્યું હતું. મિત્રોને મળવાનો કાર્યક્રમને સફળ બનાવવામાં આનંદ શાહ, અંકુર પટેલ, કાર્તિક પટેલ, સાવન શાહ, ઉર્વી પટેલ, બિરવા ઠાકોર, ડીમ્પલ શાહ, નિર્મમ શાહ, રાજુ ધોરાજીયા અને ચિંતન શાહે ભારે મહેનત કરીને મનમુકીને આનંદ લૂટ્યો હતો. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: