મિ.રિપોર્ટર, 13મી જૂન
શાઓમીએ Mi Band 4 ચીનમાં એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરી છે. નવી Mi Band વર્ઝનમાં 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન સાથે કલર અમોલ્ડ પેનલ આપી છે. અમોલ્ડ ડિસ્પ્લે હોવાના કારણે આ વૉચમાં ફેસ સપોર્ટ પણ મળી રહે છે. કંપનીએ અન્ય સ્ટિવ બેન્ડનો ઓપ્શન પણ આપ્યો છે, જેથી યુઝર્સ પસંદગીનો વિકલ્પ લઈ શકે. આ નવી બેન્ડમાં 6-એક્સિસ એક્સીલેરોમીટર સેન્સર આપ્યું છે, જે મુવમેન્ટ દરમિયાન ફિઝિકલ એક્ટિવિટીને મોનિટર કરે છે. સાથે કંપનીએ આ બેન્ડમાં પેમેન્ટ સપોર્ટ પણ આપ્યો છે.
શાઓમી Mi Band 4ની કિંમત ચીનમાં સ્ટાન્ડર્ડ એડિશન માટે CNY 169 (લગભગ 1,700 રૂપિયા) રાખી છે. તો NFC વેરિઅન્ટની કિંમત CNY 229 (લગભગ 2,300 રૂપિયા) રાખી છે. તેની Avengers સિરીઝ લિમિટેડ એડિશન પણ પ્રસ્તુત કરી છે, તેમાં ત્રણ અલગ અલગબેન્ડ્સ, માર્વલ સુપરહીરો વૉચ ફેસની સ્પેશિયલ એવેન્જ પેકેજ કિંમત CNY 349 (લગભગ 3,500 રૂપિયા) રાખવામાં આવી છે.
કંપનીએ હાલપુરતી તેની આંતરરાષ્ટ્રીય કિંમત અને તેની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. Mi Band 3 ગત વર્ષે મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં તેને ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી અને તેની કિંમત રૂપિયા 1,999 રૂપિયા રાખવામાં આવી હતી.