વડોદરા- મી.રિપોર્ટર, ૭મી એપ્રિલ.
શહેરમાં કોરોના કહેર વચ્ચે વડોદરામાં માનવતા ને શરમાવે અને ર્હદય ને કંપાવી મુકે તેવા દ્રશ્ય સામે આવ્યા છે. કોરોનાના કારણે એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા પરિવારને મૃત્યુ પામેલા સ્વજનનો મૃતદેહ અંતિમ સંસ્કાર કરવા માટે લારીમાં લઇ જવાની ફરજ પડી હતી.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ માં જોડાવા માટેની લીંક : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
શહેરના નાગરવાડા શાક માર્કેટ પાસે રહેતા પરિવારમાં 65 વર્ષીય વૃદ્ધાનુ કુદરતી અવસાન થયું હતું. પરિવારજનો દ્વારા વડોદરામાં એમ્બ્યુલન્સ તેમજ શબવાહિનીની સેવા પૂરી પાડતી સરકારી એજન્સીઓ તેમજ સંસ્થાઓમાં સંપર્ક કર્યો હતો. પરંતુ વડોદરા શહેરમાં કોરોનાના ચાલી રહેલા કહેરના કારણે એમ્બ્યુલન્સ અને શબ વાહિની નાગરવાડાના પરિવારને મળી ન હતી.
આખરે પરિવારજનોએ લારીમાં મૃતદેહને મૂકી સ્મશાન યાત્રા કાઢી હતી. નાગરવાડાથી એક થી દોઢ કિલોમીટર દૂર આવેલી ખાસવાડી સ્મશાનમાં લારીમાં લઈ જવાતા મૃતદેહની અંતિમ યાત્રાને જોઈ પસાર થતાં લોકો પણ હવે હચમચી ઉઠયા હતા. એમ્બ્યુલન્સ ન મળવાના કારણે પરિવારને 65 વર્ષીય વૃધ્ધાનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લારીમાં લઈ જવાની ફરજ પડતા પરિવારજનો પણ દુઃખી થયા હતા. તો બીજી બાજુ લારીમાં નીકળેલી અંતિમ યાત્રા નાગરવાડાથી લઈ ખાસવાડી સ્મશાન સુધીના વિસ્તારમાંથી પસાર થતા લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી ને આંખમાંથી આંસુ આવી ગયા હતા.