શરમ : કોરોનામાં પણ મોત નો ધંધો, મોત બાદ અંતિમક્રિયાના પેકેજ પર મળી રહી છે ખાસ ઓફર…વાંચો ક્યાં થઇ છે !

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર, ૨૦મી એપ્રિલ.

દેશમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. રોજ ૨ લાખ થી વધુ કેસો નોધાઇ રહ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના ની સ્થિતિ ઘણી જ સ્ફોટક છે. કોરોના મહામારીમાં રોજ ૧૧૦૦ થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. આ સત્તાવાર આંકડા ને બાદ કરતા મોત નો બિન સત્તાવાર આંકડો  રોજ નો ૩ થી ૫ હજાર છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

કોરોના મહામારીમાં લોકો પોતાના સ્વજનો ને ગુમાવી રહ્યા છે. આવા કપરા સમયમાં એવા પણ તકસાધુ લોકો છે કે, જે કોરોના ના ખોફ ને પોતાનો વેપાર વધારવા અને આવક વધારવા માટે ઉપયોગમાં કરી રહ્યા છે. માનવતા માટે થતા કામો ને લોકોએ હવે બિઝનેશ બનાવી દીધો છે. આવા જ લેભાગુ લોકો ની પોલ સામે આવી છે. 

હૈદરાબાદમાં કોવિડના સમયમાં મૃત લોકોના અંતિમ સંસ્કાર કરવા એ એક આકર્ષક ધંધો બની ગયો છે. મૃત્યુદરમાં સતત વધારો થવાને કારણે સ્થાનિક પંડિતો સિવાય કેટલીક કોર્પોરેટ પ્રકારની અંતિમવિધિ સેવાઓ આપતી કંપનીઓ છેલ્લામાં કેટલાક સમયથી ખાસ ઓફર પેકેજ રજૂ કરી રહી છે. જેમાં વિધિ દીઠ રૂ. 30,000 થી 35,000 ની વચ્ચે ચાર્જ કરવામાં આવે છે.

બેંગલુરુની આવી કંપની અન્ત્યેષ્ઠી ફ્યુનરલ સર્વિસિસના હૈદરાબાદ સિટિ મેનેજર સંપથ બંગારામએ  એક ન્યુઝ વેબસાઈટને જણાવ્યું હતું કે, ‘અમે તમારા માટે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીશું જેમાં – અંતિમ યાત્રા માટે વાહન, સ્મશાનમાં અંત્યેષ્ઠી ક્રિયા માટે સ્લોટ બૂક કરાવવો પંડિતની વ્યવસ્થા કરવી, અને અંત્યેષ્ઠી સંસ્કાર માટે જરૂરી સામગ્રી પણ મેળવવી આપવી. આ બધું જ કામ અમારી કંપની કરે છે. અમારી કંપનીની ઓફિસો ચેન્નઈ, દિલ્હી, જયપુરમાં આવેલી છે. કંપનીએ હૈદરાબાદ માટેનો પેકેજ દર 32,000 રૂપિયા નક્કી કર્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય શહેરોમાં કંપની અલગ અલગ ભાવો વસુલ કરી રહી છે. કંપની પાસે દરરોજ 6 થી ૧૦ કોલ આવે છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.