શક્તિપીઠ અંબાજીમાં પૂનમના દિવસે ગબ્બર પર થયો ચમત્કાર, અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન, જુઓ Video

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૪મી ડીસેમ્બર. 

પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજી માતાના  ગબ્બર પર મોટો ચમત્કાર થયો હતો. ગઇ પૂનમના દિવસે અંબાજીથી બે કિલોમીટર દૂર આવેલા પવિત્ર ગબ્બર પર સવારે આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા. આ દ્રશ્યનો એક વિડીયો વાઈરલ થતાં ભક્તોમાં ભારે કૂતુહલતા ઉભી થઇ હતી, તે વિડીયો જોઇને ભક્તો પણ અચંબામાં પડી ગયા હતા. 

અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે આવેલું ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિર અને ગબ્બરનું પુરાણોમાં ઘણું મહત્વ છે. ગબ્બરનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે. બાવન શક્તિપીઠમાંથી એક ગણાતા અંબાજી માતાના મંદિરને આસ્થાનું પ્રતિક મનાય છે. શનિવારે પૂનમના દિવસે ભકતોની મોટી ભીડ અંબાજી મંદિરે ઉમટતી હોય છે. ત્યારે ગઇ પૂનમના દિવસે અંબાજીથી બે કિલોમીટર દૂર આવેલા પવિત્ર ગબ્બર પર સવારે આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘનું સ્વરૂપ જોવા મળી હતું. પ્રજ્વલ્લિત જ્યોતમાં આબેહૂબ વાઘ જેવો ભાસ થયો હતો. જેમાં બે આંખ, કાન, મોઢુ જોવા મળી હતું. 

પૂજારીના જણાવ્યા મુજબ, સાંજે 7 વાગ્યા આસપાસ લગભગ 10 મિનિટ સુધી જ્યોતમાં વાઘ જોવા મળ્યો. જ્યોતમાં વાઘ જોઈ ને  જ્યોતનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર ગોખ પહોંચી રહ્યા છે.