મિ.રિપોર્ટર, ૧૨મી ડીસેમ્બર.
પોતાના પાર્ટનર સાથે સેક્સ કરતા સમયે અંદાજે 98 ટકા પુરુષો અને 80 ટકા મહિલાઓ મનમાં પાર્ટનર કરતા પોતાના મનપસંદ પાત્ર સાથે સેક્સ ફેન્ટસી કરે છે તેવું સેક્સ હેબીટ અંગે સંશોધન કરનાર સંશોધકોનું માનવું છે. જોકે તેનું કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. આ પ્રકારના સેક્સ ગેમને કેટલાક કપલ તેને વ્યભિચાર ગણે છે પણ મોટાભાગના લોકોનું માનવું છે કે આમ કરવાથી તેમનો સેક્સ લાઇફ વધુ એક્સાઇટિંગ અને પ્લેઝર આપનાર બની છે. તેમનું માનવું છે કે, બીજા કોઈ વિશે કલ્પના કરો એટલે તમને ફીલ થશે કે તે વ્યક્તિ તમારી સાથે ખરેખર બેડમાં છે જે તમને વધુ પાવરફૂલ ફીલ કરાવશે અને સરવાળે તમે તમારા પાર્ટનર સાથે વધુ બેસ્ટ રીતે સેક્સ માણી શકશો.
તમારા પાર્ટનર સાથે સેક્સ કરતા હોવ તે દરમિયાન કોઈ બીજા વ્યક્તિ અંગે કલ્પના કરવી તેને સેક્સ્યુઅલ ફેન્ટસી કહેવાય છે. આ ફેન્ટસી પાછળનો હેતુ પૂર્ણરુપે વ્યક્તિની કામેચ્છાને વધુ ટોચ પર લઈ જવાનો હોય છે. મોટાભાગના પુરુષો અને મહિલાઓ જ્યારે બેડમાં પોતાના સાથી સાથે હોય છે ત્યારે કોઈ બીજા વિશે કલ્પના કરતા હોય છે. તેનો મતલબ એવો નથી કે તેમના મનવામાં વ્યભિચાર કે બેવફાઈ કરવાની ઈચ્છા છે પરંતુ આ પાછળ પોતાના સેક્સ્યુઅલ રોમાન્સને વધુ ટોપ પર લઈ જવાની ઈચ્છા હોય છે.
લોકો કોઈના પણ વિશે ત્યારે જ ફેન્ટસાઇઝ કરે છે જ્યારે તેઓ પોતાને તેટલા પાવરફૂલ અને સશક્ત સમજે છે. મોટાભાગના પુરુષોની સેક્સ કલ્પનામાં હિરોઇન્સ, સેલિબ્રિટિઝ અને એવી સ્ત્રી હોય છે જેમની સાથે તેઓ લાઇફમાં ક્યારેય સેક્સ એન્જૉય કરી શકવાના નથી. જ્યારે મહિલાઓ પણ આવા જ પુરુષો અંગે મનમાં કલ્પના રાચતી હોય છે.
પોતાની સેક્સ ફેન્ટસી અંગે કોઈએ જરા પણ ગિલ્ટ ફીલ કરવું જોઈએ નહીં. કેમ કે ફક્ત ફેન્ટસી કરવાથી તમે તમારા પાર્ટનર સાથે ચીટિંગ કરો છો તેવું નથી. ખરેખર તો સેક્સ્યુઅલ ફેન્ટસી તમારું પરફોર્મન્સ વધુ સારું કરી દે છે જેના કારણે તમારા પાર્ટનરને વધુ સંતોષ મળે છે. જોકે કોઈ ઇચ્છતું નથી હોતું કે તેમના પાર્ટનર આ અંગત પળોમાં કોઈ બીજા વિશે કલ્પના કરે પણ દરેક સંબંધમાં એક પોઇન્ટ પછી સેક્સ્યુઅલ એટ્રેક્શન ખતમ થઈ જાય છે. જેથી તેને જીવંત રાખવા માટે મનમાં ઘોડા દોડાવવામાં કંઈ ખોટું નથી.