લોક ડાઉનમાં સેવા : વડોદરાની ફુરાત હોટલના 22 રૂમો માલિકે પોલીસ અધિકારી, મેડીકલ સ્ટાફ માટે નિ:શુલ્ક ખોલી આપ્યા..

વડોદરા, મિ.રિપોર્ટર, ૧૧મી એપ્રિલ.

વડોદરામાં કોરોના વાઈરસના આજે એક જ દિવસમાં ૩૬ કેસો નોધાતા અત્યાર સુધીમાં કુલ ૯૫ કેસો થયા છે. વડોદરામાં કેસોની સંખ્યા સતત વધતાં શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે.  સંખ્યા વધવાના લીધે શહેર પોલીસ, એસ.એસ.જી અને ગોત્રી હોસ્પિટલના સ્ટાફ, ડીન, સુપ્રિટેન્ડે,  શહેરના અન્ય મેડીકલ સ્ટાફ, ડોક્ટરો, મ્યુનિસિપલ તંત્ર અને જીલ્લા કલેકટર તંત્રની જવાબદારી વધી ગઈ છે. તેઓ સતત ખડેપગે શહેરીજનોની સેવામાં પોતાના પરિવાર ને બાજી પર મૂકી ને માનવતા સાથે ફરજ બજાવી રહ્યા છે. આવા રીયલ હીરો માટે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ફૂરાત ઈન્ટરનેશનલ હોટલ્સના માલિક અને તેમનો પરિવાર આગળ આવ્યો છે. ફૂરાત ઈન્ટરનેશનલ હોટલ્સના માલિક અને તેમના પરિવારે હોટલના ૨૬ રૂમો પૈકી ૨૨ રૂમો આવા રીયલ હીરો ને માટે ખોલી આપી ને માનવતા અને દેશ પ્રત્યેની પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. 

વડોદરા શહેરના તબીબો, નર્સિંગ સ્ટાફ, પોલીસ, કલેકટર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી કે જેઓ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે તેવા લોકો માટે પોતાની હોટલની સાથે દિલના દરવાજા ખોલનારા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ફૂરાત ઈન્ટરનેશનલ હોટલ્સના માલિક નઝરમોહંમદ ઈસ્માઈલ શેલીયાએ  મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે વડોદરા શહેરમાં કોવીડ-19 અને કોરોના વાઈરસ સામે શહેરીજનોને બચાવવાની કામગીરીમાં લાગેલા તમામ હીરો ને હ્રદય થી નમન કરીએ છે. અમે તેમના આભારીએ છીએ. તેઓ પોતાના જીવના જોખમે વડોદરા વાસીઓના જીવ નું રક્ષણ કરી રહ્યા છે. આવા રીયલ હીરો માટે અમે અમારી નાનકડી સેવા આપી રહ્યા છીએ. અમે અમારા હોટલના ૨૨ રૂમો આ રીયલ હીરો માટે નિશુલ્ક ખોલી આપ્યા છે. અમારી હોટલમાં રહેનારા રીયલ હીરો ને માત્ર પોલીસ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડીકલ વિભાગ અને જીલ્લા કલેકટર દ્વારા ઓથોરાઈઝ લેટર લેવાનો રહેશે. અમે તેમને ચા-કોફી ની સેવા આપીશું. લોક ડાઉન જ્યાં સુધી પતે નહિ ત્યાં સુધી અમારી હોટલ નો ઉપયોગ કરી શકે છે.  આ માટે અમે તમામ વિભાગના વડા ને પત્ર લખીને જાણ પણ કરી છે.

 

 

84 thoughts on “લોક ડાઉનમાં સેવા : વડોદરાની ફુરાત હોટલના 22 રૂમો માલિકે પોલીસ અધિકારી, મેડીકલ સ્ટાફ માટે નિ:શુલ્ક ખોલી આપ્યા..

Leave a Reply