રશિયાએ યુદ્ધની જાહેરાત કરતા જ સેન્સેક્સમાં 2,000 પોઈન્ટનો કડાકો : 300 પોઈન્ટ માર્કેટ ઉપર આવ્યું

www.mrreporter.in

માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 2,000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો :  બ્રેન્ટ ક્રૂડ 100 ડૉલર પ્રતિ બેરલને પાર

મુંબઈ- બિઝનેશ, મી.રિપોર્ટર, ૨૪મી ફેબ્રુઆરી.

રશિયાએ યૂક્રેન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરીને યૂક્રેન પર હુમલો કરતા જ આજે  ભારતીય શેર બજારમાં  શરૂઆતના ટ્રેડિંગમાં જ  2000 પોઈન્ટથી વધુ સેન્સેક્સ તૂટતા જ ભારતીય માર્કેટમાં ભારે હોબાળો મચી ગયો હતો.  એમાય આજે ફેબ્રુઆરી સીરિઝનો એક્સપાયરીનો દિવસ પણ હોવાથી વાયદાના તમામ શેર લાલ નિશાને નજરે પડી રહ્યા છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આજે ભારતીય શેર બજારની શરૂઆત ભારે વેચવાલી વચ્ચે થયી હતી. યુદ્ધના  ટેન્શન વચ્ચે આજે  બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 2000 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો તેમજ સેન્સેક્સ 56 હજાર નીચે 55,418.45 પર ખુલ્યો હતો. નિફ્ટી 514 પોઈન્ડના કડાકા સાથે 16,548.90 પર ખુલ્યો હતો.

રશિયાએ યૂક્રેન વિરુદ્ધ  યુદ્ધ છેડતા જ ક્રૂડ ઓઇલ 100 ડૉલર પ્રતિ બેરલને પાર નીકળી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2014ના વર્ષ બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઇલ (Crude Oil) 100 ડૉલર પ્રતિ બેરલને પાર નીકળી ગયું છે.  રશિયા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. રશિયા મુખ્યત્વ રીતે યૂરોપની રિફાઇનરીઓને ક્રૂડ ઓઇલ વેચે છે.

આજે ભારતીય શેર બજારની શરૂઆત ભારે વેચવાલી વચ્ચે થયી હતી. જિયોપૉલિટિકલ ટેન્શન વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1,814 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો તેમજ સેન્સેક્સ 56 હજાર નીચે 55,418.45 પર ખુલ્યો હતો. નિફ્ટી 514 પોઈન્ડના કડાકા સાથે 16,548.90 પર ખુલ્યો હતો. જોકે માર્કેટમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.  માર્કેટ 300 પોઈન્ટ ઉપર આવ્યું હતું. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply