વડોદરામાં ભાજપ દ્વારા 19 વોર્ડમાં 76 ઉમેદવાર માટે ‘સેન્સનું નાટક’ : ઉમેદવારો પહેલેથી જ નક્કી હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ

www.mrreporter.in

રાજનીતિ- મી.રીપોર્ટર, ૨૫મી જાન્યુઆરી

ગુજરાતમાં ૬ મહાનગરમાં ચુંટણી યોજવાની જાહેરાતના પગલે  રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 19 વોર્ડમાં 76 ઉમેદવારો માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે કેટલાક વોર્ડમાં તો ‘સેન્સનું નાટક’ કરવામાં આવી રહ્યું છે, તેવો ખુલ્લેઆમ આક્ષેપ સ્થાનિક કાર્યકર્તાઓ કરી રહ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આરએસપીમાંથી ભાજપમાં જોડાનાર રાજેશ આયરે અને તેમના સાથી કાઉન્સિરોની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે, તેમ છતાં વોર્ડ નં-9ના ઉમેદવાર માટે સેન્સ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને ‘સેન્સનું નાટક’ હોવાનું ખુદ  હોદ્દેદારો અને કાર્યકરો માની રહ્માંયા છે.  જેને પગલે ભાજપ શહેર પ્રમુખ અને ટીમ સામે ભારે  રોષ જોવા મળી રહ્યો છે. 

ડો. શિતલ મિસ્ત્રીએ વોર્ડ નં-5માં ભાજપમાંથી ટિકિટ માંગી

ગોત્રી હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ વોર્ડ નં-5માં ભાજપમાંથી ટિકિટ માંગી છે. તેઓ 15 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, કોરોના કાળમાં ગોત્રી હોસ્પિટલમાં તેમને નોડેલ ઓફિસર તરીકેની ફરજ બજાવી રહ્યા છે અને દર્દીઓને સારી સારવાર મળે તેવા પ્રયાસો કર્યાં છે. આ પહેલા પણ ડો. વિજય શાહ, ડો. હિતેન્દ્ર પટેલ અને ગિરીશ પારેખને પણ ભાજપે ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે વધુ એક ડોક્ટરે ભાજપમાંથી ટિકિટ માંગી છે.

સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે તે પણ ફોર્મમાં પુછાયું

ભાજપ દ્વારા બહાર પડાયેલા ફોર્મમાં સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે તે પણ પુછાયું છે. આ ઉપરાંત રામ મંદિરના નિર્માણમાં કેટલો ફાળો આપ્યો તે પણ ફોર્મમાં પૂછવામાં આવ્યું છે. જેથી ચૂંટણી લડવા ઇચ્છતા કાર્યકરએ રામ મંદિર માટે ફાળો આપવાનું પણ શરૂ કરી દીધુ છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply