ઇન્સ્ટિટ્યૂટશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) દ્વારા સિનીયર ટેકનિશિયનની પરીક્ષા યોજાઈ : ૪૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

Spread the love

મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી ડિસેમ્બર

ઇન્સ્ટિટ્યૂટશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા)  દ્વારા ધોરણ-૧૦ બાદ એન્જિનિયરીંગનો અભ્યાસ કરીને કંપનીમાં નોકરી મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ઉનાળા અને શિયાળામાં લેવાતી પરીક્ષામા ચાલુ વર્ષે એમ.એસ.યુનિવર્સીટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 

This slideshow requires JavaScript.

ઇન્સ્ટિટ્યૂટશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) એ 1928 થી કાર્યરત છે.  ઇન્સ્ટિટ્યૂટશન  ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) કોલકતા ખાતે તેનું  મુખ્ય મથક છે. દેશના અન્ય રાજ્યોમાં તેમની બ્રાંચ આવેલી છે. આ બ્રાંચ ઓફીસના મારફતે એન્જિનિયર્સ અને એન્જિનિયરીંગ કંપની દ્વારા ભવિષ્યની ટેકનોલોજી, રીસર્ચ અને એન્જિનિયરીંગની નવીનતાને લોકો સુધી તેનો પ્રચાર અને પ્રસાર કરાય છે. વડોદરા બ્રાંચ દ્વારા પણ આવા કર્યો વર્ષ દરમિયાન કરાય છે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) કોલકતા દ્વારા  દર વર્ષે ઉનાળા અને શિયાળા દરમિયાન  નિયમિત પરીક્ષા લેવામાં આવે છે.  જેમાં ચાલુ વર્ષે એમ.એસ.યુનિવર્સીટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે  ઇજનેરી શિક્ષણની સાથે સંકળાયેલી છે. આ સંસ્થાનું  ભારત સરકાર, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, રાજ્ય દ્વારા એન્જિનિયરીંગની ડિગ્રી જેટલું જ મહત્વ ગણવામાં આવે છે. 

ધ ઇન્સ્ટિટ્યૂટશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) વડોદરાના ચેરમેન એન.પી.સીંગ બ્રારે જણાવ્યું હતું કે IEI દ્વારા દર વર્ષે પરીક્ષાઓ યોજાય છે. જેમાં ચાલુ વર્ષે પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ છે. વિધાર્થીઓને તકલીફ ના પડે એના માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વધુમાં વધુ વિધાર્થીઓ IEI માં જોડાઈ અને પોતાની કારકિર્દી ઘડે તેવો IEI નો લક્ષ્યાંક છે.