રાજ્ય સરકાર દ્વારા સ્પોન્સર કરાયેલ સુપર કોમ્પ્યુટર ફેસિલિટીની સ્થાપના અર્થે પારુલ યુનિવર્સિટીની પસંદગી

www.mrreporter.in

એજ્યુએશન- મી.રીપોર્ટર, ૬ ઓકટોબર. 

 આખું વિશ્વ જયારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોના વાયરસના ચેપને વધતો અટકાવવા શૈક્ષણિક કાર્ય બંધ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના ભાવિ હીત સામે જોખમ ઉભું થાય નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન માધ્યમથી શૈક્ષણિક કાર્યને ધબકતું રાખવા ભાર મુકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ડિજિટલ શિક્ષણને ઉત્તેજન આપવા હેતુ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ અને ટેક્નોલોજી દ્વારા ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓમાં સુપર કોમ્પ્યુટર ફેસિલિટીની સ્થાપના કરવા હેતુ સંસ્થાઓની પસંદગી કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ગુજકોસ્ટ દ્વારા હાલમાં વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીની સુપર કોમ્પ્યુટરની સ્થાપના અર્થે વરણી કરવામાં આવી છે.

ભૂતકાળમાં પારુલ યુનિવર્સિટી દ્વારા ગુજકોસ્ટના સહયોગ અને માર્ગદર્શન હેતુ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફના લાભાર્થે શૈક્ષણિક અને સંશોધનને લગતા સેમિનાર્સ અને વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્ય સરકાર દ્વારા સ્પોન્સર કરાયેલ સુપર કોમ્પ્યુટર ફેસિલિટીની સ્થાપના અર્થે પારુલયુનિવર્સિટીની પસંદગીપ્રવર્તમાન સમયમાં આખું વિશ્વ જયારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે અને શૈક્ષણિકસંસ્થાઓમાં કોરોના વાયરસના ચેપને વધતો અટકાવવા શૈક્ષણિક કાર્ય સ્થાગિત કરવામાં આવ્યું છેત્યારે વિદ્યાર્થીઓના ભાવિ હીત સામે જોખમ ઉભું થાય નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇનમાધ્યમથી શૈક્ષણિક કાર્યને ધબકતું રાખવા ભાર મુકવામાં આવ્યો છે.

www.mrreporter.in

ગુજરાત રાજ્યમાં આવેલશૈક્ષણિક સંસ્થાઓમાં ડિજિટલ શિક્ષણને ઉત્તેજન આપવા હેતુ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ અનેટેક્નોલોજી દ્વારા ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓમાં સુપર કોમ્પ્યુટર ફેસિલિટીની સ્થાપનાકરવા હેતુ સંસ્થાઓની પસંદગી કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

ગુજકોસ્ટ દ્વારા હાલમાંવડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીની સુપર કોમ્પ્યુટરની સ્થાપના અર્થે વરણી કરવામાં આવી છે.ભૂતકાળમાં પારુલ યુનિવર્સિટી દ્વારા ગુજકોસ્ટના સહયોગ અને માર્ગદર્શન હેતુ વિદ્યાર્થીઓ અનેશૈક્ષણિક સ્ટાફના લાભાર્થે શૈક્ષણિક અને સંશોધનને લગતા સેમિનાર્સ અને વર્કશોપનું સફળતાપૂર્વકઆયોજન કરવામાં આવ્યું છે.

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે સુપર કોમ્પ્યુટર ફેસિલિટી સ્થાપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સંસ્થા દ્વારાવિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ચલાવતા અભ્યાસક્રમોમાં આધુનિક કક્ષાની ટેક્નોલોજીનેસમાવિષ્ટ કરી વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક અને સંશોધન અંગેનો રસ જાગૃત કરવા અને તેઓમાંકૌશલયનું સિંચન કરવા માટે જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

પારુલ યુનિવર્સિટી ખાતે સુપરકોમ્પ્યુટર ફેસીલિટીની સ્થાપના થયે યુનિવર્સિટી ખાતેપી પી.એચ. ડી અભ્યાસક્રમોમાં અભ્યાસકરતા પી.એચ.ડી સ્કોલર્સ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી, ફાર્મસી, મેડિકલ વિદ્યાશાખાના અનુસ્નાતકકક્ષાના વિદ્યાર્થીઓને તેમના સંશોધનોમાં ડેટાનું વિશ્લેષણ કરવામાં ખુબ જ ઉપયોગી નીવડશે .સુપર કોમ્પ્યુટર ફેસીલિટીના ઉપયોગથી યુનિવર્સિટી ખાતે તાજેતરમાં શરુ કરવામાં આવેલ બી ટેકઈન આર્ટીફીશીઅલ ઇન્ટેલિજન્સ, બી.ટેક ઈન બિગ ડેટા એનાલિટિક્સ, બી.ટેક ઈન સાયબર સેક્યુરીટીઅને બી.ટેક ઈન ઈન્ટર્નત ઓફ થિંગ્સ જેવા અભ્યાસક્રમોમાં જરૂરી પ્રેક્ટિકલ એક્સપોઝર પૂરુંપાડવામાં આવશે.

આ સિવાય ફાર્મસી, અપ્લાયડ સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિદ્યાશાખાનાવિદ્યાર્થીઓને સદર ફેસિલિટી અભ્યાસક્રમ માટે જરૂરી કૌશલ્યોથી સુસજ્જ કરવામાં મહત્વનો ભાગભજવશે. યુનિવર્સિટી દ્વારા સુપર કોમ્પ્યુટરના મહત્વ, ઉપયોગ અને કાર્યશૈલીને વર્ણવતા વિષયનેસંબંધિત અભ્યાસક્રમોમાં વણી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ પ્રસંગે વાત કરતા પારુલ યુનિવર્સિટીના પ્રમુખ, ડૉ.દેવાંશુ પટેલે જણાવ્યું કે સુપર કોમ્પ્યુટરફેસિલિટીની સ્થાપના થવાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડવાન્સ કોમ્પ્યુટીંગ ફેસિલિટીવિષે જરૂરી એક્સપોઝર મેળવવામાં ઘણી સરળતા રહેશે. 

ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજી ક્ષેત્રે પ્રતિદિન બદલાવ આવી રહ્યો છે અને આ પરિવર્તન સાથે તાલ મિલાવવા માટે વિદ્યાર્થીઓના અને શિક્ષકોમાટે પોતાના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવાનું ખુબ જ જરૂરી બની રહે છે જે સુપર કોમ્પ્યુટરફેસીલિટીના ઉપયોગથી શક્ય બનશે. હું રાજ્ય સરકારનો સુપર ફેસિલિટીની સ્થાપના અર્થે અમારીસંસ્થાની પસંદગી કરવા અને તે માટે જરૂરી ભંડોળ પૂરું પાડવા આભાર વ્યક્ત કરું છું.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply