નવસારીના ચીખલી નજીક ઘેજ ગામમાં રહેતા કરનસિંહ ઈન્દ્રસિંહ ઠાકોર નું કોન બનેગા કરોડપતિ સીઝન 14 માં સિલેક્શન : પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું

www.mrreporter.in

બોલીવુડ – મી.રિપોર્ટર, 23મી  સપ્ટેમ્બર. 

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન  સાથે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ની રમતમાં નવસારીના ચીખલી નજીક ઘેજ ગામમાં રહેતા કરનસિંહ ઠાકોર સૌથી ઝડપી જવાબ આપનાર પ્રતિનિધિ બન્યા, સાથે જ તે રમત દરમિયાન અમિતાભ બચ્ચન  સમક્ષ હોટસીટ પર આવવા ના સુવર્ણ અવસર ના હકદાર પણ બન્યા હતાં.

કરનસિંહ ઠાકોર અને તેમના પત્ની ખુશ્બુ ઠાકોર મુંબઈ શા માટે જઈ રહ્યા છે તેની જાણકારી તેમણે પોતાના ઘરે તથા ગામ સુદ્ધાં માં નહોતી કરી. તેમને મન કોન બનેગા કરોડપતિ સીઝન 14 માં પોતાનું શ્રેષ્ઠ આપીને પછી બધે જાણ કરવી, અને થયું પણ કાંઈક એવું જ! તેમની રમત ખૂબ અદ્ભુત અને અનોખી રહી, સાથે તેમણે સારી એવી ધનરાશિ પણ પોતાની બુદ્ધિમત્તા થી હાંસિલ કરી છે .

ખુશ્બુ ઠાકોર એ અમિતાભ બચ્ચન  માટે તેમની જ એક ફિલ્મ નું ગીત ગાયું હતું, જે તેમને ખૂબ પસંદ આવ્યું અને અમિતાભ બચ્ચન ની એ ફિલ્મની જૂની યાદો ની ચર્ચા પણ કરી હતી. કરનસિંહ ઠાકોર કેમિકલ એન્જિનિયરિંગ મા સ્નાતક થયેલા છે. હાલ તેઓ ક્લાસ 1 અને ક્લાસ 2 ના સરકારી અધિકારી ના હોદ્દા માટે તૈયારી કરી રહ્યા છે.

www.mrreporter.in

કરનસિંહ ઠાકોર ના પિતા સ્વ ડૉ.ઇન્દ્રસિંહ ઠાકોર અને માતા પરીબેન ઠાકોર પહેલાથી જ બાળકોના શિક્ષણ પ્રત્યે સજાગ રહ્યા. પરીબેન એક શિક્ષક અને વાલી મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે, તે જણાવે છે કે, આ ઝડપથી બદલાઈ રહેલી દુનિયામાં શિક્ષણ જ એક એવી વસ્તુ છે જેનું દરેકના જીવનમાં ખૂબ મહત્વ છે, શિક્ષણ આજીવન ઉપયોગી રહે છે. શિક્ષિત વ્યક્તિ પોતાનું આગવું માન ધરાવે છે અને જીવનમાં ક્યારેય પાછો પડતો નથી.

કોન બનેગા કરોડપતિ સીઝન 14 મા પહોંચવું એ કરનસિંહ ના પિતા નું સ્વપ્ન હતું, પિતા ના સ્વપ્ન ને હકીકત બનાવવા નો પુત્ર એ નક્કી કરી લીધું. વર્ષો પ્રયાસ કર્યા બાદ આખરે પુત્ર ની મહેનત સફળ થઈ. તે કોન બનેગા કરોડપતિ સીઝન 14 સુધી પહોંચ્યા તેમજ ખૂબ સારી રીતે રમવાની સાથે સારી એવી રકમ પણ ઇનામ સ્વરૂપે પ્રાપ્ત કરી. અમિતાભ બચ્ચન સાથે હોટસીટ પર વિતાવેલી એ પળ ખાસ યાદ રહેશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

સ્વ ડૉ.ઈન્દ્રસિંહ ઠાકોર હમેશાં કહેતા કે, જીવન માં આવતી આપદા-વિપદા તો જીવન નો એક ભાગ છે તેના પર નિરાશ થવાને બદલે હકારાત્મક ઊર્જા, પ્રબળ ઇચ્છાશક્તિ અને અથાક પરિશ્રમ દ્વારા તેનો ઉત્સાહ અને ઉમંગભેર સામનો કરવો જોઈએ અને જીવન માં સતત પરિશ્રમ કરતા રહેવું જોઇયે, સફળતા મળવામાં કાંક સમય લાગે પણ આખરે સફળતા મળે છે. પ્રયત્ન કરનારાઓ કદી હારતા નથી.

કરનસિંહ ઠાકોર તેમની આ ઉપલબ્ધિ નો શ્રેય તેમના માતા-પિતા, ભાઈ, પત્ની, પરિવારજનો, તેમના ગામજનો અને તેમના જીવનમાં જોડાયેલા દરેક સભ્યો ને અર્પે છે. ઘેજ ગામ ના વતની નું કોન બનેગા કરોડપતિ સીઝન 14 માં સ્થાન મેળવવા તથા સમગ્ર દેશ-દુનિયા માં ઘેજ ગામ નું નામ રોશન કરવા બદલ ઠાકોર પરિવાર તેમજ સૌ ગામવાસીઓ માટે કરનસિંહ ઈન્દ્રસિંહ ઠાકોર ખરેખર સરાહનીય છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply