ઓક્સીજન ના લીધે માતા ને તડપતી જોઈ દીકરીઓ એ પોતાનો જીવ જોખમમાં મૂકી, મોંથી ઓક્સિજન આપવા લાગી…

www.mrreporter.in
Spread the love

ઉત્તર પ્રદેશ- મી.રિપોર્ટર, ૩જી મે.

દેશમાં કોરોના નો વિસ્ફોટ યથાવત છે. કોરોનાની બીજી લહેર  ભારે કહેર વરસાવી રહી છે. જેના લીધે ઓક્સિજનની અછતે વધુ વિકટ સ્થિતિ ઊભી કરી છે.ઉત્તર પ્રદેશના બહરાઈચના એક હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે, જેમાં ઓક્સીજન ની કમી ના લીધે તડફડી રહેલી માતાની જિંદગી બચાવવા માટે બે દીકરીઓએ પોતાના જીવ ની પરવા કર્યા વગર જ મોંથી તેમને મોંથી ઓક્સિજન આપી રહી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

 ઉત્તર પ્રદેશના  બહરાઈચના જિલ્લા હોસ્પિટલનો એક હૃદયદ્રાવક વિડીયો વાયરલ થયો છે, જે યુપીની યોગી આદિત્યનાથ સરકારના બધું કન્ટ્રોલમાં હોવાના દાવા સામે સવાલ ઊભો કરી રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે એક, હોસ્પિટલમાં સ્ટ્રેચર પર પોતાની માને તડપતી જોઈ  લાચાર દીકરીઓએ મોંથી જ ઓક્સિજન આપવાનું શરૂ કરી દીધું હતું.

આ દ્રશ્ય જોઈ હોસ્પિટલમાં ઉપસ્થિત તમામની આંખમાં આંસુ આવી ગયા હતા. હોસ્પિટલનો સ્ટાફ પણ કંઈ ન કરી શકવાની સ્થિતિમાં લાચાર જોવા મળી રહ્યો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.