પરણિત સ્ત્રી ને રોડ પર એકલી જોઈને રિક્ષાચાલકે કહ્યું, “રિક્ષામાં બેસી જા; તને એક હજાર રૂપિયા આપીશ” : અમદાવાદના લાંભા હાઈવેની ઘટના

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, ૯મી એપ્રિલ. 

રાજ્યમાં એકબાજુ કોરોના ના  વિસ્ફોટ વચ્ચે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના બાવળા ગામે રહેતી અને લાંભા હાઈવે રોડ પર પોતાના પરિચિતની રાહ જોતી પરણિત સ્ત્રી પાસે બે રિક્ષાચાલકોએ પાસે આવી ને બિભત્સ માંગણી કરીને  “ચાલ રિક્ષામાં બેસી જા, તને 1000 રૂપિયા આપીશ” એમ  કહીને છેડતી કરતા જ  પરિણીતા ગભરાઈ ગઈ હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- ૩ માં જોડાવા માટેની લીંક : https://chat.whatsapp.com/LQOdPzehxADEqaDY3Xl2GQ

તો બીજીબાજુ આ ઘટના સ્થળે પાન નો ગલ્લો ચલાવતા એક વૃદ્ધે વચ્ચે પડી ને પરણીતા ને હેરાન કરવાની રિક્ષાચાલકોને ના પાડી હતી. એમ છતાંય બંને જણ નહીં માનતાં વૃદ્ધે ગામમાંથી યુવકોને બોલાવીને તેમને પકડી લીધા હતા. બંને જણાએ પોતે મામલતદાર હોવાની ઓળખ પણ આપી હતી, પરંતુ વૃદ્ધે મહિલા હેલ્પલાઈન 181ની મદદ લેતાં હેલ્પલાઈનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં બંને જણાને પકડીને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપીને તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી.

વાત જાણે એમ છે કે, બાવળા ગામની પરણીતા  પોતાના પતિ અને પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલાં પરિણીતા તેના પિયર અમદાવાદના લાંભા ગામે આવી હતી. પતિ અમદાવાદ કામથી આવ્યા હતા, જેથી તેમણે પત્નીને કહ્યું હતું કે હું કામથી અમદાવાદ આવ્યો છું, જેથી તારે ઘરે બાવળા આવવું હોય તો જોડે આવી જા. જેથી બપોરે 12.30ની આસપાસ પરિણીતા રિક્ષામાં લાંભા ગામથી બેસી હાઇવે પર ચાર રસ્તા પર ઊતરી ગઈ હતી. ભર બપોરનો સમય હતો અને હાઇવે પર કોઈ ન હોવાનો લાભ લઇ બે રિક્ષાચાલકો નજીક આવીને બિભત્સ માંગણી કરીને છેડતી કરી હતી. જોકે કોઈ મોટી ઘટના ઘટે તે પહેલા પાન નો ગલ્લો ચલાવતા  વૃદ્ધ ની સમય સુચકતા ને પગલે પરણીતાની જિદગી બગડતા બચી ગઈ હતી ને છેડતી ખોર બે રિક્ષાચાલકો ને પોલીસને સોપી દીધા હતા.