Spread the love
સમ્રગ ઘટના અંગે સોશિયલ મીડિયામાં શિબાનીએ પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરતા લખ્યું હતું કે, ઓટોરિક્ષાને ભાડું આપવાનું હોઈ થાણે રોડની આસપાસના એટીએમમાંથી પૈસા કાઢવા માટે ગઈ હતી. જ્યાં તેને પૈસા કાઢતા સમયે તેને પરેશાની થઈ, તો એક યુવક તેની મદદ માટે આગળ આવ્યો. પરંતુ આ દરમિયાન તેણે મને ઘણીવાર સ્પર્શ કર્યો અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણે પોતાનો પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢીને એટીએમમાં ઊભો રહી ગયો. તેની આ ગંદી હરકતને મે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. જ્યારે હુ એટીએમમાંથી બહાર આવી તો સામે જ પોલીસને પીસીઆર વેન દેખાઈ. મે તરત પોલીસને સમગ્ર વીડિયો બતાવીને ઘટનાની જાણકારી આપી. પોલીસકર્મીઓએ તરત યુવકનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું.
શિબાનીએ વીડિયો ટ્વીટ કરીને વધુમાં લખ્યું કે, તે પોતાના વિસ્તારને હંમેશા સુરક્ષિત માનતી રહી છે. આવી ઘટનાની તેને આશા નહોતી. એક બીમાર માનસિકતાવાળા યુવકની આવી હરકત તેવી જગ્યાએ કરી, જ્યાં કેમેરા લાગેલા હોય છે. છેવટે આ બધુ ક્યારે બંધ થશે ? ….જુઓ…વિડીયો…