મિ.રિપોર્ટર, ૨૯મી નવેમ્બર
મહિલાઓ હંમેશા પોતાના વજન ને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. તેઓ પાતળી કે ફીટ રહેવા માટે પોતાના ડાયેટિંગની વિશેષ કાળજી લે છે. પરંતુ ઇંગ્લેન્ડમાં એક મહિલા સાથે કંઇક બન્યું કે તબીબો પણ અવાક જ બની ગયા. મહિલા પોતાના સતત વધી રહેલા પેટ થી ડરી ગઈ, તો બીજીબાજુ તબીબોએ અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ ભારે આઘાત અનુભવ્યો.
વાસ્તવમાં, ઈંગ્લેન્ડના સ્વાન્સી શહેરમાં રહેતી 28 વર્ષના કેલી ફાવેલનું વજન અચાનક જ વધવા લાગ્યું હતું. એમાંય તેનું પેટ તો ફૂલવા લગતા કેલીને લાગ્યું કે તે ગર્ભવતી છે. ગર્ભાવસ્થા વિશે જાણ થતાં જ તેનો પાર્ટનર જેમી ગીબ્બસન પણ ખુશ થઇ ગયો. કેલી અને જેમી છેલ્લા 10 વર્ષથી સંબંધમાં છે.
જો કે, જ્યારે કેલીએ ગર્ભાવસ્થા પરિક્ષણ જોયું ત્યારે તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હોઈ તેણે આ બધું મેદસ્વીતાને કારણે આ થઈ રહ્યું છે તેવું માનીને તબીબને બતાવ્યું. જ્યાં તબીબે તેનો બ્લડ રીપોર્ટ કરાવ્યો અને કહ્યું કે, આ દવાની આડઅસર છે. તે વખતે કેલીએ તબીબને જણાવ્યું કે તે છેલ્લા છ મહિનાથી દવા જ લેતી નથી. આ કારણ બાદ કેલીનું પુનઃ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવવામાં આવ્યું. જેમાં ખબર પડી કે કેલીને અંડાશયનો ચેપ લાગ્યો છે. જેના લીધે જ તેનું પેટ ખૂબ વધ્યું છે અને વજનમાં એટલો વધારો થયો છે.
આખરે તબીબોની ટીમે કેલીના પેટમાંથી પાંચ કલાકની શસ્ત્રક્રિયા કરીને ૨૫ કિલોની ગાંઠ કાઢી હતી. આ ગાંઠ ને કાઢવા માટે કેલીના જમણા ગર્ભાશય દૂર કરવામાં આવ્યો હતો. જો કે ડૉક્ટરો કહે છે કે તેની માતા બનવાની તેની ક્ષમતા પર કોઈ અસર નહીં પડે.
[…] આવી પહોંચશે. અત્રે ઉલ્લેનીય છે કે, ફિઝીયોથેરાપિસ્ટના હક્કોની લડાઈ માટેની ફિઝિયો […]
thank you