પારૂલ યુનિવર્સિટીના વડોદરા સ્ટાર્ટ અપ ફેસ્ટીવલની સીઝન-2માં 30 ઇન્ડસ્ટ્રીયલ અને બિઝનેસમેને સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કર્યા

www.mrreporter.in

એજયુકેશન – વડોદરા, મી.રિપોર્ટર , 3જી એપ્રિલ.  

પારૂલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં તેના વડોદરા સ્ટાર્ટ અપ ફેસ્ટીવલની દ્વીતિય સીઝનનું આયોજન કરાયું હતું. ત્રિદિવસીય ફેસ્ટીવલમાં પબ્લીક, કોર્પોરેટર અને ઇન્સ્ટ્રિીયલ સેક્ટર સહિતના ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જેમાં પહેલા મહિલા આઇપીએસ અને પોન્ડીચેરીના પૂર્વ લ્યુટેનન્ટ ગર્વનર ડો. કિરણ બેદી, નિતી આયોગના અટલ ઇનોવેશન મિશનના ડાયરેક્ટર રામનન રામનાથન, પદ્મ ભૂષણ અજય ચૌધરીનો સમાવેશ થાય છે. ફેસ્ટીવલના આયોજનનો મુખ્ય હેતુ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપવાનો રહ્યો છે.

વડોદરા સ્ટાર્ટ અપ ફેસ્ટીવલ હેઠળ જુદી જુદી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કી સ્ટેર્ટજી ઇનપુટ સેશન ફોર સ્ટાર્ટ અપ, સ્ટાર્ટ અપ પીચિંગ સેશન, ઇન્ડસ્ટ્રી ર્સ્ટાટ અપ કનેક્ટ, સ્ટાર્ટ અપ એક્સપો સહિતનો સમાવેશ થાય છે. જે ઇવેન્ટ દરમિયાન ઉદ્યોગસાહસિકને તેમની મુશ્કેલીઓ અંગે અનેક તજજ્ઞો થકી માર્ગદર્શન મળતા તેમની માટે અનેક દ્વાર ખુલી ગયા હતા. ઇવેન્ટ દરમિયાન ૨૫ જુદા જુદા સેશન અને ૫૦ સ્ટાર્ટ અપ મેન્ટોરીગ સેશનમાં ૩૦ સ્પીકર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ૨૦,૫૪૦ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

www.mrreporter.in

ઉપરોક્ત મહાનુભાવો ઉપરાંત ઇવેન્ટમાં હિટાચી એબીબી પાવર ગ્રીડના એડમિનિસ્ટ્રેશન હેડ નિતેશ પટેલ, આરઆર ગ્લોબલના ડાયરેક્ટર સુમીત કાબરા, પેટીએમના પૂર્વ વાઇસ પ્રેસીડન્ટ અને ફન૨ડુ લેબ્સના ફાઉન્ડર સૌરભ જૈન, ૧૦૦ ઓપન સ્ટાર્ટ અપના કો-ફાઉન્ડર વરદ રાજન ક્રિષ્ણા, ભારત સરકારના નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને ચીફ ઇનોવેશન ઓફિસર ડો. વિપીન કુમાર, ઇન્ની ફાઉન્ડેશનના પ્રશાંત ગડે, ઇન્ડિયા બીઝ ફોર સેલના કો ફાઉન્ડર અને સીઇઓ ભાવીન ભગત, પીમા કંટ્રોલ્સ પ્રા. લી.ના વિનિત પરીખ, સ્ટાર્ટઅપ ૩૬૦ના સીઇઓ અને કો-ફાઉન્ડર અશોક જી. ડિઝાઇન આલ્ફાના સીઇઓ ડો. સુરેશ નાયર, અન્ઝેન ટેકનોલોજીના મેનેજિંગ પાર્ટનર અને કો-ફાઉન્ડર તરૂણ ક્રિષ્ણામુર્થી સહિતનો સમાવેશ થાય છે.

આ વર્ષે વડોદરા સ્ટાર્ટ અપ ફેસ્ટીવલનું આયોજન મેક ઇન ઇન્ડિયા તેમજ આત્મનિર્ભર ભારત થીમપર આધારીત હતું. યુવા ઉદ્યોગસાહસિકો માટે પારૂલ યુનિવર્સિટીના એન્ટરપ્રીન્યોરશીપ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા સતત નવા પ્લેટફોર્મ અને તકો ઊભી કરવામાં આવતી હોય છે. જેના કારણે માત્ર રાજ્ય કક્ષાએ જ નહીં રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી ઇનોવેશન અને સ્ટાર્ટ અપ સમીટ તેમજ સ્પર્ધામાં પારૂલ યુનિવર્સિટીના ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓએ નામના મેળવી છે. જે અમારી માટે ગર્વની વાત છે. તેમ પારૂલ યુનિવસિટીના પ્રમુખ ડો. દેવાંશુ જે. પટેલે જણાવ્યંુ હતું.

Leave a Reply